તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:‘હાથ જોડું છું, મારી દીકરીનો કેસ પોઝિટિવ નથી અફવા બંધ કરો’

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોહીના ટકા ઓછા છે એટલે સારવાર ચાલે છે : તંત્ર
 • સુરેન્દ્રનગરનો પરિવાર અફવાને પગલે મુશ્કેલીમાં

સુરેન્દ્રનગર યુવતી તા. 5મેના રોજ અમદાવાદ મણીનગરમાં રહીને ટ્રાવેલીંગ કરીને  આવી હતી. જેને 2 દિવસ આઇસોલેશન વોર્ડમાં રખાઇ હતી. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં પોઝિટીવ રિપોર્ટ હોવાની અફવાના કારણે પરિવાર તકલીફમાં મૂકાઇ ગયો છે. 
આ અંગે યુવતીના પિતાજણાવ્યું કે, કોઇ વિડીયો ફરતો કરીને કે ફોન દ્વારા અમારા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય કોઇ લોકો અફવા ફેલાવે છે કે આ વિસ્તારમાં રહેતી દિકરીને કોરોના પોઝિટીવ કેસ છે. જેના કારણે અમે હેરાન પરેશાન થઇ ગયા છીએ.  હું લોકોને હાથ જોડીને કહુ છુ કે આવી અફવાઓ ન ફેલાવો જેથી કરીને આવી પરિસ્થિતિમાં દર્દીના પરિવાર તકલીફ થાય. 
જ્યારે સારવાર લેતી દિકરીએ જણાવ્યું કે, મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પણ આવી વાતોથી દુ:ખ થયુ છે. હાલ હુ મેડિકલ વોર્ડમાં સારવાર લઇ રહ્યુ છુ. બીજી તરફ આ યુવતીને લોહિના ટકા ઓછા હોવાથી હાલ તેને સારવાર માટે રાખવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યુ હતુ.
ગાંધીમાં વિરમગામનો પોઝિટિવ દર્દી  દાખલ
ગાંધી હોસ્પિટલમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં બે પોઝિટીવ કેસના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ઉપરાંત વિરમગામમાં પ્રથમ પોઝિટીવ કેસને અહીં દાખલ કરાયો હતો. આમ ગાંધી હોસ્પિટલમાં એક શંકાસ્પદ સાથે કુલ ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો