તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં આસુંદ્રાળીમાં કોરોનાના બે પોઝીટીવ કેસ આવતા દોડધામ મચી છે. ત્યારે શહેરમાં તામીલનાડુથી ચાર જમાતીઓ આવ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં રહેતા બે અને રતનપરમાં રહેતા બે શખ્સો સહિત ચાર વ્યકિતઓ ડિસેમ્બર 2019માં તામીલનાડુના રાણીપેટ જિલ્લામાં આવેલી મદીના મસ્જીદની જમાતમાં ગયા હતા. 40 દિવસની જમાત બાદ તેઓ ફસાઇ ગયા હતા. આથી પરત આવતા સમયે તેઓનો કોરોના રીપોર્ટ કરાવાયો હતો. આ રીપોર્ટ નેગેટીવ આવતા તેઓ સુરેન્દ્રનગર આવ્યા હતા. આ બનાવની આરોગ્ય વિભાગને જાણ થતા તુરંત તેઓને ગાંધી હોસ્પિટલ લઇ જઇ ચેકઅપ કરાવાયુ હતુ. જયારે રતનપર અને સુરેન્દ્રનગરમાં તેઓના ઘરે ચારેય જમાતીઓને હાલ 14 દિવસ માટે હોમ કોરન્ટાઇન કરાયા છે. જેમાં આરોગ્યની ટીમ નિયમીત રીતે તેમના ઘરે જઇ તેમની તપાસ કરશે. અને પોલીસ વિભાગને પણ આ અંગેની જાણ કરી નિયમીત રીતે તેમની તપાસ કરવા જણાવાયુ છે.
લખતર: 2 જણના સેમ્પલ મોકલાયા
તાલુકામાં બહારથી લોકો મોટી સંખ્યામાં પ્રવેશી રહ્યાં છે. ત્યારે મંગળવારના રોજ લખતર આરોગ્ય તંત્ર દ્વારા લખતર તાલુકાનાં કડું અને માલિકા બે ગામ માં શંકાસ્પદ જણાતાં ૨ વ્યક્તિઓનાં સેમ્પલને કોરોના રિપોર્ટ માટે સુરેન્દ્રનગર ખાતે મોકલ્યા હોવાની વિગતો મળી હતી. જેમાં કડું ગામનાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોવાનું જાણવા મળે છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.