તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:જોરાવનગરમાં બોગસ રોયલ્ટી પાસના આધારે છેતરપિંડી થઇ,રૂ. 3.11 કરોડની ઠગાઇની ફરિયાદ

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાયલના નડાળાના શખ્સ સામે ગુનો

જોરાવરનગર પીએસઆઇ એચ.એમ.રબારી સહિતની ટીમ 8 એપ્રિલે વડોદ નેશનલ હાઇવે પર ચેકિંગમાં 3.1 મેટ્રીક ટન  ઓવર લોડ ખનીજ સાથે સાયલા તાલુકાના નડાળા ગામના ટ્રક ચાલક રણછોડભાઇ સાંગાભાઇ ખટાણાને ઝડપ્યો હતો. જેમાં રોયલ્ટી પાસ થાનમાં કાર્બોસેલની લીઝ ધરાવતા સામતભાઇ કરણભાઇ કોળીના નામનો હતો. પરંતુ સરકારી ચોપડે આવી કોઇ લીઝ જ ન હતી. જયારે ટ્રક ચાલક પાસેથી વાહનનું વજન કરાવેલ ચામુંડા કમ્પ્યૂટર વે બ્રીજની સ્લીપ પણ મળી હતી. ઝડપાયેલ બોગસ રોયલ્ટી પાસનો નંબર 0358282 હોવાથી 0358001 થી લઇને 0358282 સુધી 282 પાસ બોગસ કાઢવામાં આવ્યા હોવાની શંકાના આધારે ટ્રક ચાલક સામે રૂપિયા 3,11,61,000ની છેતરપિંડીની ખાણ ખનીજ વિભાગના કિરણ પરમારે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ કેસમાં વાહનના માલીક, ખનીજ ભરી આપનાર, રોયલ્ટી પાસ કાઢી આપનાર, વજન કરી આપનાર દરેક સામે કાર્યવાહી થઇ શકે છે. કેસની વધુ તપાસ પીએસઆઇ એચ.એમ.રબારી ચલાવી રહ્યા છે. ખાણખનીજની ટીમે મંગળવારે મોડી સાંજે  ખારવામાં દરોડો કરી હિટાચી મશીન સહિત રૂપિયા 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરાયો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો