તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરેન્દ્રનગરમાં 2 જગ્યાએ દેશી દારૂના દરોડા, એલસીબી 46 લીટર દારૂ ઝડપ્યો

સુરેન્દ્રનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉનના સમયે વિદેશી દારૂ ન મળતા દેશી દારૂની માંગ વધી છે. ત્યારે એલસીબી ટીમે શહેરમાં બે સ્થળે દરોડા કર્યા હતા. એલસીબી ટીમે સુરેન્દ્રનગર જંકશન સામે આવેલ પાણીની ટાંકી પાસેના રહેણાક મકાનમાં દરોડો કરી રૂપિયા 200નો 10 લીટર દારૂ જપ્ત કર્યો હતો. આ દરોડામાં મહિલા બુટલેગર જશુબેન જાદવભાઇ કોળી હાજર મળી આવી ન હતી. જયારે ડી કેબીન પાસે દરોડો કરતા બાવળની આડમાંથી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જેમાં દારૂ બનાવવાનો આથો 250 લીટર કિંમત રૂપિયા 500, 36 લીટર દારૂ કિંમત રૂપિયા 720, અખાદ્ય ગોળ 30 કિલો કિંમત રૂપિયા 600 મળી કુલ રૂપિયા 1820નો મુદ્દામાલ પકડાયો હતો. આ દરોડામાં પણ મહિલા બુટલેગર રાજુબેન ઇસાભાઇ હાજર મળી આવી ન હતી. તેથી પોલીસે તેેમની શોધખોધ હાથ ધરી છે. તેમજ આ બન્ને બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો