તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીમાં સેવાના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. સાથે સાથે પરિવારની પણ માવજત કરવામાં ઓછી પાની નથી કરતી. ત્યારે આજે વિશ્વ નર્સ દિવસે વાત કરીશું અારોગ્ય વિભાગની વોરિયર્સ એવી થાન અને મૂળી તાલુકાની 3 મહિલાઅોની જેમણે પોતાના માસૂમ સંતાનો અને ગર્ભાવસ્થા કરતા ફરજને વધુ મહત્વ આપ્યું છે.
સર્ગભાઓની ચિંતા હું કરૂ, ને તે મારી કરે ત્યારે સંતોષ થતો
મોરથળા PHCની અંડરમાં આવતા સારોડી અને રામપરામાં ફરજ બજાવું છું. સગર્ભા બહેનોને કાળજી , બાળકોને રસી પાવાની કામગીરી મારી છે. 24 એપ્રિલે પ્રસુતી આવી તેના સપ્તાહ સુધી કામગીરી કરતી. 9 મહિના થઇ ગયા હતા ત્યારે બે વાર ગામાં ફરતી હતી ત્યારે અચાનક ચકકર આવી ગયા હતા. આથી પરિચીતના ઘરે જઇ લીંબુ શબરત પી થોડો આરામ કરીને ફરીથી કામ ઉપર લાગી ગઇ હતી. ત્યારે ગામની બહેનો કહેતી હતી કે તમે અમારી ચિંતા કરીને આવા સમયે પણ ગામમાં આવો છો.ત્યારે મારા પ્રત્યેની આવી ચીંતા અને લાગણી જોઇ ફરજ નીભાવ્યાનો આત્મ સંતોષ થતો હતો. - પુષ્પાબેન ધોરળીયા, મોરથળા પીએચસી
છ મહિનાની દીકરીને ઘરે સાસુના સહારે મૂકી નાઇટ ડ્યૂટી પર પણ ફરજ બજાવુ છું
મૂળ હાલોલના હેતાબેનના લગ્ન સુરતના કિશોરભાઇ વાઘેલા સાથે થયા છે. હાલ મૂળી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ત્યાં સાસુ સાથે રહે છે. તેમની છ માસની દિકરી નંદીનીને તેઓ સાસુના સહારે મૂકી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કોઇવાર નાઇટ ડ્યુટી હોય તો 12 કલાક પણ ફરજ બજાવવી પડે છે. કોરોનાના કપરા સમયમાં 6 માસની દિકરીની પણ પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા નર્સ ખરેખર કોરોના વોરીયર્સ છે. - હેતાબેન કિશોરભાઇ વાઘેલા, મૂળી હોસ્પિટલ
3 વર્ષની દીકરી સાથે વાત કરૂ ત્યારે પુછે ‘મમ્મા તું કયારે આવીશ’
મુળી હોસ્પિટલના નર્સ અશ્વીનીબેન ઘનશ્યામભાઇ ડાભીના પતિ રાજકોટમાં કપચીનો વ્યવસાય કરે છે. 25 દિવસ પહેલા તેઓએ રાજકોટ પોતાના ઘરે 3 વર્ષની દિકરી જીલ મળ્યા હતાં. દરરોજ વોટસએપ કોલ દ્વારા વાત થાય ત્યારે 3 વરસની દિકરી કાલી ઘેલી ભાષામાં પૂછે છે મમ્મા, તું કયારે ઘરી આવીશ.? અથવા એમ કહે છે મને તારી પાસે લઇ જા ને.. ગાયનેક વિભાગમાં 24 કલાક તેઓ ફરજ બજાવે છે. મૂળી તાલુકામાંથી ગમે ત્યારે ગમે તે પહેલા પ્રસૂતી માટે આવે તો તેમની જવાબદારી સવિશેષ બની જાય છે. દિકરી સાથે વોટસએપ કોલથી વાત કરતા સમયે પણ કોઇવાર આંખોમાંથી આંસુ સરી પડે છે. - અશ્વીનીબેન ઘનશ્યામાઇ ડાભી
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.