તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:242 જરૂરિયાતમંદોને ઘેર જઇ જીવનરક્ષક દવા પહોંચાડતા પોસ્ટ કર્મચારી

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગરમાંથી પાર્સલ અન્ય સ્થળે મોકલાયા

સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ વિભાગના કર્મચારીઓ અન્ય જિલ્લા કે તાલુકામાંથી આવતી જીવનરક્ષક દવાઓ લોકોના ઘર સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં વિવિધ રોગથી પીડાતા હોય તેવા 242 દર્દીઓના ઘર આંગણે જઈને પોસ્ટ કર્મીઓએ તેમના સુધી દવા  પહોચાડી છે. ઉપરાંત 100 થી વધુ મેડિકલ પાર્સલ બુક કરીને અન્ય જિલ્લામાં પહોચાડવાનું કામ પણ પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રાના હિતેશભાઈ કણઝરીયાએ જણાવ્યું કે, હું કેટલાક સમયથી મગજની દવા નિયમિત પણે લઉ છું, સામાન્ય પરિસ્થિતિમાં હું અમદાવાદ જઈ દવા લઈ આવતો હતો. પરંતુ લોકડાઉનના કારણે મારે અમદાવાદ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા મને અમદાવાદથી મંગાવેલી મારી મગજની દવા ઘર આંગણે સમયસર પહોંચાડી છે, જેના કારણે મારી ચિંતાનો અંત આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો