તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:વિરમગામના 2 સગાભાઇના રિપોર્ટના ગણતરીના કલાકમાં મોત થયાં, નાનાભાઇની પત્નીને પોઝિટિવ, પુત્રને નેગેટિવ

સુરેન્દ્રનગર, વિરમગામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા ભાઇનું અમદાવાદ, નાનાનું સુરેન્દ્રનગરમાં મોત નીપજ્યું
 • શ્વાસ, હૃદય રોગથી પણ પીડાતા હતા
 • તાઇવાડ વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો
 • સવારે 11 વાગ્યા સુધી ફક્ત દવા અને દૂઘની દુકાનો ખુલ્લી રાખવા ફરમાન

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં હાલ મૂળીના તાલુકાના આસુન્દ્રાળીના 2 કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યાં સોમવારે વિરમગામથી સારવાર માટે આવેલા 65 વર્ષિય આધેડનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 6 કલાકમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે આવેલી 50 વર્ષિય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જોકે 21 વર્ષિય પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નોંધનીય છે કે, આઘેડનો સગોભાઇ જેની સારવાર અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી તેનું પણ મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું છે. બંને ભાઇઓ 15 દિવસથી બીમાર હોવાથી વિરમગામના ખાનગી દવાખાનાઓમાં સારવાર લેતા હતા. જ્યારે એક સુરેન્દ્રનગર, બીજો અમદાવાદ ખસેડાયાે હતો.
ઝાલાવાડમાં હાલ 3 પોઝિટિવ દર્દી સારવારમાં, 3ના રિપોર્ટ નેગેટિવ
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ  વિરમગામ હાજીહુસનના ચકલા તાઇવાડા પાસે રહેતા અને સુકી માછલીનો વ્યવસાય કરતા ઇસુભાઇ (ઉં.આ.વ.72) તથા તેમના ભાઇ મુસ્તાકભાઇ (ઉં.આ.વ. 65) બીમાર હતા. બંનેને ખાંસી, શરદી અને તાવની તકલીફ હતી. જે પૈકી મુસ્તાકભાઇને તેમનો પુત્ર  અને પત્ની ખાનગી ગાડીમાં સારવાર માટે 11 તારીખે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ પહેલા તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે ઇસુભાઇને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગત સાંજે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને ગણતરીના કલાકોની સારવાર દરમિયાન જ બંનેના મોત થતા તંત્ર દોડતું થયું હતું. 
મુસ્તાકભાઇના 50 વર્ષીય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે. મુસ્તાકભાઇ હાર્ટ અને ફેફસાની બીમારીથી પીડાઇ રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસ દરમિયાન તેમણે વિરમગામના સ્થાનિક તબીબો પાસે સારવાર કરાવતા સારવાર કરનારઓમાં પણ ભય ફેલાયો છે. નોંધનીય છે કે, મંગળવારે રિપોર્ટ આવ્યાના 6 કલાક બાદ એટલે રાત્રે 11 કલાકે મુસ્તાકભાઇનું હોસ્પિટલમાં મોત થયું હતુ. ત્યારબાદ રાત્રે જ તેના મૃતદેહને વિરમગામ મોકલાયો હતો. હાલમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં મૂળીના આસુન્દ્રાળી ગામના બે પોઝિટીવ દર્દી તેમજ હાલ વિરમગામની મહિલા સહિત  ત્રણ  દર્દી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે એક પત્રકાર સહિત ત્રણ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. એક સાથે 3 કેસ પોઝિટિવ લઇ  પરિવાર જ્યાં રહેતો હતો ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી સેનેટાઇઝરનો છંટકાવ કરાયો હતો. ઉપરાંત 2 ભાઇઓમાં કોરોના પોઝિટિવ ક્યાંથી આવ્યો, અન્ય કોઇ સંક્રમી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાઇ છે.
લોકડાઉન દરમિયાન  ધોળકામાં બહેનના મકાનમાં અને અમદાવાદ પણ ગયા હતાં
મુસ્તાકભાઈ સવાલીભાઈ વેપારી(65) અને ઈસુભાઈ સવાલીભાઇ વેપારી(62) બંને ભાઇઓ  બરફનું કારખાનું અને મચ્છી, ઝીંગાનો વેપાર કરતાં હતા. બંને છેલ્લા 15 દિવસથી વિરમગામમાં બીપી, શ્વાસ અને હ્દય રોગની બીમાર હોઇ સારવાર લેતા હતાં. ઉપરાંત ધોળકા અને અમદાવાદ પણ ગયા હતાં. ધોળકામાં બહેનને ઘરે તપાસ કરતાં આરોગ્ય વિભાગ દ્વારા ઇસુભાઇને અમદાવાદ સિવિલમાં ખસેડાયા જ્યારે મુસ્તાકભાઇ પરિવાર સાથે કોઇને કીધા વગર સુરેન્દ્રનગર આવી ગયા.
કોઇપણ પરમિશન લીધા  વગર પરિવાર સુરેન્દ્રનગર પહોંચતા 3 સામે ફરિયાદ
સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મૃત્તક આઘેડ અને તેની પત્ની તેમજ પુત્ર સામે બીમારી છૂપાઇ કોઇપણ પ્રકારની પરમિશન કે સક્ષમ અધિકારીની પરવાનગી વિના સોમવારની રાતે સમયે જિલ્લામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ લોકડાઉનના જાહેરનામાના ગુનાનો ભંગ કરવા અંગે ફરિયાદ નોંધી છે. ઉપરાંત 15 દિવસ દરમિયાન લોકડાઉન હોવા છતાં પણ મૃત્તક આધેડ ધોળકા ખાતે રહેતી તેમની બહેનની ત્યાં પણ ગયા હોવાનું જાણવા મળે છે.  આ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 
ફિલીપાઇન્સથી આવેલા 3 વિદ્યાર્થીઓને વઢવાણના મંદિરમાં કોરોન્ટાઇન કરાયા
વિદેશમાં અભ્યાસ કરતાં 244 વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વિમાનમાં પરત લવાતા અમદાવાદમાં તેમનુંહેલ્થ ચેકઅપ કરી કરાયું હતું. જેમાં ભુજ, હળવદના બે વિદ્યાર્થીઓ અને રાજકોટની એક વિદ્યાર્થીની મળી કુલ 3 વિદ્યાર્થીઓને વઢવાણ સ્વામિનારાયણ મંદિરે વિનામુલ્યે વ્યવસ્થા કરી ક્વોરન્ટાઇન કરાયા છે. આ અંગે મહંત માધવેન્દ્ર પ્રસાદજીએ જણાવ્યુ કે છાત્રો14 દિવસ ક્વોરન્ટાઇ સમય પુર્ણ કરે માટે આ બીજુ ઘર અમે આપ્યુ છે.

ચોટીલાના 16 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ
ચોટીલાના આરોગ્યકર્મી વિપુલભાઈ પીઠવા એ જણાવ્યું કે મને તાવ,શરદી,ઉધરસ તેમજ ગળામાં દુખાવો થતો હોવાથી મારું સેમ્પલ પરીક્ષણ માટે તંત્ર દ્વારા મોકલાયું હતું અને આ સેમ્પલ નેગેટિવ આવતા અમારા વિભાગ તેમજ મારા પરિવા માં આનંદની લાગણી છવાઈ હતી.આ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવા છતા પણ હું મારી ફરજ બજાવતો હતો. નોંધનીય છે કે, તા. 11મી મે સોમવારના રોજ ચોટીલા પંથકમાંથી આરોગ્યકર્મી સહિત 16 વ્યક્તિઓને કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલો રાજકોટ હોસ્પિટલ ખાતે પરીક્ષણ માટે મોકલ્યા હતા જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો