સાણંદ શહેરમાં દિનપ્રતિદિન જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે લે વેચ માટે ખાસ દસ્તાવેજ જરૂરી હોય છે. જેમાં અરજદાર પાસે સબ રજિસ્ટ્રારે 18 લાખ લાંચ માંગી હતી. જેમાં 11 લાખની ડીલ ફાઇનલ થતા સમગ્ર ઘટનાની જાણ અરજદારે એન્ટી કરપ્શન બ્યુરોમાં કરતા છટકું ગોઠવી તેલાવના વચોટિયા મારફતે 11 લાખ રૂપિયા લેતા સાણંદ સબ રજીસ્ટ્રર અને વચોટિયાની અટકાયત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ મહેસુલ ભવન ખાતે સબ-રજીસ્ટ્રારની કચેરીમાં એક અરજદારના ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજોને સબ-રજીસ્ટ્રાર જીતેન્દ્ર વિષ્ણુ પટેલે નોંધણી કરી છોડી આપ્યો હતો. એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપેલ નહી, જેથી ફરિયાદી તેઓના બાકી રહેલા દસ્તાવેજ મેળવવા માટે સબ-રજીસ્ટ્રાર જીતેન્દ્રને મળતા અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂ.18 લાખની લાંચની માગણી કરી હતી. રકજકના અંતે રૂ.11 લાખ નક્કી થયા હતા.
એસીબીને જાણ કરતા શનિવારે સાંજે લાંચના છટકાનું આયોજન કરતા સબ-રજીસ્ટ્રાર જીતેન્દ્રના કહેવાથી સાણંદના તેલાવનો મોમીન રિઝવાન ગુલામ રસુલે સાણંદ મહેસુલ ભવન ખાતે લાંચના નાણાં રૂ.11 લાખ સ્વીકારી પકડાઈ જઈ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરી પકડાઈ ગયા હતા. સબ રજિસ્ટ્રારની કચેરીમાં નિકોલમાં રહેતો જીતેન્દ્ર વિષ્ણુ પટેલ સાડા ત્રણ વર્ષથી સાણંદમાં સબ-રજીસ્ટ્રાર તરીકે નોકરી કરતો હતો. અગાઉ એસીબીની ટીમે છટક્યું ગોઠવ્યું હતું પણ ત્યારે હાથે આવ્યો ન હતો. સબ-રજીસ્ટ્રારનો ભાઈ આશરે 5 વર્ષ પહેલાં આરટીઓમાં લાંચ લેતા પકડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.