તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાણંદમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરમાં દારૂ રાખી વેપાર કરતા હતા

સાણંદ શહેરમાં ઈંગ્લીસ દારૂનાં વેચાણનો વેપલો વધતા આ અંગે સાણંદ પોલીસને બાતમી મળતા સાણંદના ગાયત્રીનગર હાઉસિંગ બોર્ડમાંથી ઈંગ્લીસ દારૂના જથ્થા સાથે ૨ ઇસમોને ઝડપી કુલ 14 હજારનો મુદ્દામાલ ઝડપી તેઓના વિરૂદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર વિગતો એવી છે કે સાણંદ પોલીસને બાતમી મળી હતી કે જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલો પરષોત્તમભાઈ પરમાર અને દિલીપભાઈ સુરેશભાઈ મકવાણા ભેગા મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ચોરી છુપી ધંધો કરે છે અને હાલ સાણંદ ગાયત્રીનગર હાઉસિંગ બોર્ડમાં દિલીપભાઈ સુરેશભાઈ મકવાણાના મકાનમાં પહેલા માળે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છે.

જેથી શનિવારે રાત્રે બાતમી વાળી જગ્યાએ સાણંદ પોલીસની ટીમે રેડ કરી દિલીપભાઈ સુરેશભાઈ મકવાણા (રહે.સાણંદ) અને જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલો પરષોત્તમભાઈ પરમાર (રહે.ફતેવાડી અમદાવાદ)ને ઝડપી લીધા હતા. રેડ દરમ્યાન પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 35 નંગ બોટલો જેની કિંમત 14 હજાર જપ્ત કરી ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધમાં પોહી. એક્ટ કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બુટલેગરો યેનકેન પ્રકારે દારૂનો વેપાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો