તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સાણંદ GIDCમાં યુવકે શર્ટના બટન બંધ ન કરતાં માર માર્યો, એટ્રોસિટી અંગેની ફરિયાદ નોંધાઇ

સાણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાણંદ જીઆઇડીસીમાં આવેલી મધરસન કંપનીમાં કામ કરી બહાર નીકળતા દલિત કર્મચારીને શર્ટનું બટન ખુલ્લું હોવા બાબતે ગાળો બોલી માર મારતા વાંસવાં ગામના હર્ષદભાઈ રાજપૂત સહીત અન્ય માણસો વિરુદ્ધ સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે સાણંદ જીઆઈડીસીમાં આવેલી MMM (મેગ્નેટી મરેલી મધરસન) કંપનીમાં ભરતભાઈ જગુભાઈ જાદવ નોકરી કરે છે. તેઓ 1 તારીખે બપોરે 2 કલાકે કંપનીમાં નોકરી આવ્યો ત્યારે કંપનીની અંદર જતા હર્ષદભાઈ રાજપૂત નામના ઇસમે તેને રોક્યો હતો.

ઊંચા અવાજથી અપશબ્દો બોલી શર્ટનું બટન બંધ કરવા કહ્યું હતું. તો ભરતે શર્ટનું બટન બંધ કર્યું હતું. બાદમાં ભારત નોકરીથી છૂટીને બહાર નીકળતા અન્ય માણસો અને હર્ષદભાઈએ આવીને ભરતને જાતી વિરુદ્ધ શબ્દો બોલી અપમાનિત કરી માર મારતા ભરતે સાણંદ જીઆઇડીસી પોલીસમાં હર્ષદભાઈ રાજપૂત સહિત અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. શર્ટના બટન બંધ ન કરવા બાબતે યુવકને માર મરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો