આપઘાત:સાણંદ નજીકની ક્લબમાં યુવકે ઝેરી દવા પીતાં મોત, ઉ.પ્ર.નો યુવક ક્લબનોકરી કરતો હતો

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ નજીક આવેલ કલ્હાર બ્યુ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરતો અને ત્યા જ રહેતો ઇસમ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન ટુકાવ્યું હતું. જેને લઈને સાણંદ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.

મેનેજર જાણ થતા મેનેજર તેમજ અન્ય માણસો સંજયના રૂમ ઉપર જઈ બુમો પાડવા છતાં સંજય જાગ્યો ન હતો
સમગ્ર વિગતો એવી છે કે સાણંદ નજીક આવેલ કલ્હાર બ્યુ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં સંજય મોહનસિંહ રાવત ઉં.૩૬ (મૂળ.ઉતરાખંડ)નો રહેવાસી અને તે રસોઈના ઇન્ચાર્જ તરીકે છેલ્લા 8 વર્ષથી ક્લબમાં કામ કરતો હતો. અને કલબ હાઉસમાં બાજુના મકાનમાં રહેતો હતો. ગત 29 ઓગસ્ટના રોજ સંજય સવારે નોકરી ઉપર આવ્યો ન હતો. જેથી મેનેજર જાણ થતા મેનેજર તેમજ અન્ય માણસો સંજયના રૂમ ઉપર જઈ બુમો પાડવા છતાં સંજય જાગ્યો ન હતો. જેથી બારીમાંથી જોયું તો સંજય સુતો હતો. જે દરવાજો તોડી અંદર જઈ જોતા સંજય મરણ ગયેલ હાલતમા હતો. બાજુમાં ઝેરી દવાની બોટલ પડી હતી. સંજય કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે ઝેરી દવા પીને મરણ ગયેલ જેથી 108 જાણ કરતા ઘટના સ્થળે પહોચીને સંજયની તપાસ કરતા મરણ ગયેલ હોવાનું જણાવેલ જેથી સંજયની લાશને સાણંદ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન્સ ગોલ્સના જનરલ મેનેજર સુદર્શનસિંગ સત્યપાલસિંગ જાંટએ સાણંદ પોલીસમાં જાણવાજોગ દાખલ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...