સમસ્યા:BOBના હિસાબનીશની આડોડાઈ ખાતેદારને લાવો તો જ પૈસા મળશે

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં આવેલી શાખામાં સંયુક્ત ખાતું ધરાવતા 90 વર્ષના સિનિયર સિટીઝન વૃદ્ધાને પૈસા ઉપાડવા બેંકમાં રૂબરૂ બોલાવવા કેટલું વાજબી ?

સાણંદ એસટી સ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડા ( જૂની દેનાબેંક ) માં સિટીઝનો સાથે ગેર વર્તણૂક થવાની રાવ ઉઠવા પામી છે. પુત્ર અને માતાનું સંયુક્ત ખાતું હોવા છતાં આ શાખાના હિસાબનીશ યોગેશ પરમારે પૈસા આપવાની ના પડી હતી અને વૃદ્ધ માતાને રૂબરૂ આવું પડશે તેવું જણાવી પેમેન્ટ રીજેક્ટ કરતા સીની સીટીઝન પુત્ર હતપ્રભ થઇ ગયા હતા.

સાણંદની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા આત્મારામભાઇ મકવાણા સાણંદ એસટી સ્ટેન્ડ પાસે આવેલી બેંક ઓફ બરોડા ( જૂની દેનાબેંક ) માં પોતાના માતા નનીબેનનું અને પોતાનું સંયુક્ત ખાતું ધરાવે છે ગત તા 11ના રોજ તેઓ આ ખાતામાં કે જે સંયુક્ત ખાતું હોવાથી કોઈ પણ એક સહી થી નાણા ઉપાડી શકાય તેમાં પોતાની સહી કરી નાણા ઉપાડવા ગયા હતા. પરંતુ હિસાબનીશ યોગેશ પરમારે પૈસા આપવાની ના પડી હતી અને માતાને રૂબરૂ લાવી અંગુઠાનું નિશાન કરવું પડશે તેવું જણાવતા આત્મારામભાઈએ જણાવ્યું હતું કે તેઓ 90 વર્ષના છે જેથી આવી શકે તેમ નથી અને મેનેજરને રજૂઆત કરતા મેનેજરે પૈસા આપી દેવા જણાવ્યું હતું.

પરંતુ હિસાબનીશ યોગેશ પરમારે મેનેજરની સુચના છતાં પૈસા આપવાની ના પાડતા આત્મારામભાઈ હતાશ થઈને બેંકમાં થી નીકળી ગયેલ. આ અંગે આત્મારામભાઇ એ યોગેશ પરમાર વિરુદ્ધ બીઓબી હેડ ઓફીસ તેમજ આરબીઆઇમાં લેખિત ફરિયાદ આપી છે. તહેવારોના સમયમાં સૌ કોઇને નાણાંની જરૂર પડતી હોય છે. ત્યારે બેંક કર્મચારીઓ દ્વારા આ રીતે ખાતેદારોને હેરાન કરવામાં આવતા ખાતેદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. હિસાબનીશ સામે કાર્યવાહી કરી યોગ્ય કરવા માગણી ઉઠી છે. તહેવારોના સમયે વૃદ્ધ લોકો જ્યારે આ રીતે પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેઓને ખોટી રીતે હેરાન કરાતાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ રીતના બેંક કર્મચારીના વ્યવહારથી બેંકની ઇમેજ સામે પ્રશ્નો ઊભા થાય છે. માત્ર એક જ બંેકની વાત નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમાામ બેંકના કર્માચારીઓ દ્વારા આ રીતે ખોટી રીતે ખાતેદારોને હેરાન કરવામાં આવે છે. જો કોઇ વૃદ્ધોની મદદ કરવા જાય તો તેઓને ખોટી રીતે હેરાન કરી નાણા ન આપી મદદનો આશય પણ પુરો થવા દેવાતો નથી. જેથી બેંકના શાખા મેનેજર દ્વારા આવા કર્મચારીઓને સુચના આપી વૃદ્ધોને હેરાન ન કરવા આદેશ અપાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...