રજૂઆત:ગંદાં અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઇને રહીશો ભારે પરેશાન

સાણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નળસરોવર રોડની 7 સોસાયટીના રહીશોની પાણી પહેલા પાળ બાંધવા રજૂઆત
  • પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી માત્ર 2 ઇંચ વરસાદમાં સોયાટીઓમાં પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય

સાણંદ શહેરમાં પાયાની સુવિધાના અભાવને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાણંદ શહેરના નળસરોવર રોડ ઉપર આવેલ 7 જેટલી સોસાયટી વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીનો પાલિકા તંત્ર દ્વારા કોઈ નિકાલ નહીં કરતા સ્થાનિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાકીદે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરી છે.

યોગેશ્વર પાર્ક સોસાયટીના રહીશોએ સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર બીજલબેન સોલંકીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે નળ સરોવર રોડ પર આવેલી જય યોગેશ્વર પાર્ક સોસાયટી, નવદુર્ગા, ભગવતી, લક્ષ્મણ પાર્ક, ઉમિયા પાર્ક, જાંબુડીના રહીસો, આનંદ પાર્ક વગેર સોસાયટીનું ગંદુ પાણી તેમજ વરસાદી પાણીનો નિકાલ નળ સરોવર રોડની બાજુમાં આવેલા દલિત સમાજના સ્મશાનની બાજુમાં નેળીયામાંથી આગળ ગોરજ તરફના વિસ્તારમાં જાય છે

સ્મશાનની બાજુમાં આવેલા નેળિયામાં છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી કોઈ પણ જાતની સાફ સફાઈ થઇ નથી અને સફાઈ ન થવાને કારણે નેળિયામાં ઝાડી ઝંકડા, બાવળા, કાદવ કીચડ થવાને કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે ચોમાસાની સીઝનમાં 2 ઇંચ જેટલા વરસાદમાં પણ યોગેશ્વર પાર્ક સોસાયટી, નવદુર્ગા, લક્ષ્મણ પાર્ક સોસાયટી, ઉમિયા પાર્ક વગેરે સોસાયટીના રસ્તા ઉપર અડધો ફૂટ જેટલું ગંદુ પાણી ભરાઈ જવા પામે છે.

અન્ય સમાચારો પણ છે...