રોષ:યસ બેંકની બ્રાન્ચ દ્વારા ખાતેદારોને સર્વિસ આપવામાં ઠાગઠૈયા

સાણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક દ્વારા 20 કિમી દૂર અન્ય બેંકમાં જવા સૂચન કરાતા રોષ

એક સમયે પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ ગણાતી યસ બેંક પર આવી પડેલા આર્થિક સંકટને કારણે 2 વર્ષ પહેલા આર.બી.આઈએ બેંકને સંકજામાં લઈને ગ્રાહકોના નાણા ઉપાડવા પર પ્રતિબંધ લાદી દઈ માત્ર માસિક રોકડ 50 હજાર ઉપાડવાની જ છૂટ આપી હતી. ત્યારે સાણંદમાંથી એકાએક યસ બેંક બંધ થઈ જતાં 1 હજારથી વધુ ખાતેદારો બાવળા ખાતે ટ્રાન્સફર થયા હતા. પરંતુ નિધરાડ ગામે આવેલ યસ બેંક ગ્રાહકોને સર્વિસ આપવામાં ઠાગઠૈયા કરી બાવળા, સાઉથ બોપલ જવાનું સૂચન કરતાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.

સાણંદમાં 2 વર્ષ પહેલા યસ બેંક બંધ થઈ જતાં અંદાજે 1000 થી વધુ ખાતેદારોનું એકાઉન્ટ બાવળાની બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી નાખતાં સાણંદના અનેક ખાતેદારોને છેક બાવળા ધક્કો ખાવાનો વારો આવ્યો છે. ત્યારે સાણંદના યસ બેંકના એક ખાતેદાર શહેર પાસેના નિધરાડ ગામે આવેલ યસ બેંક ખાતે બચત ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવવા ગયા હતા. જેઓએ ફોર્મ ભરી બેંકના મહિલા કર્મીને આપતા બેંક પાસે સ્ટેટમેન્ટ ની 73 જેટલી પ્રિન્ટ કાઢવા પૂરતા પેપર નથી જણાવી 20 કિમી દૂર બાવળા કે સાઉથ બોપલ જવા જણાવ્યુ હતું.

તેમજ મેઇન બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવાતા યસ બેંકની સર્વિસને લઈને ગ્રાહકમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. બેંકના જવાબદાર અધિકારી દ્વારા 3 દિવસ પછી પેપર આવે ત્યારે સ્ટેટમેન્ટ મળશે તેમ જણાવ્યુ હતું. અંતે ગ્રાહકે વિનંતિ કર્યા બાદ સ્ટેટમેન્ટ આપતા ગ્રામ્ય કક્ષાની યસ બેંકના આ રીતેની ઠાગાઠૈયા કરતી કામગીરી સામે અનેક ખાતેદારેના કામો અટવાઈ જાય તો નવાઈ નહીં. આમ બેંક દ્વારા 20 કિમી દૂર અન્ય બેંકમાં જવા સૂચન કરાતા રોષની લાગણી પેદા થઇ છે. યસ બેંકની બ્રાન્ચ દ્વારા ખાતેદારોને સર્વિસ આપવામાં ઠાગઠૈયા કરાતા ખાતેદારોને હાલારી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...