તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:સાણંદના ચાંગોદરમાં સેફ્ટી વગર ગટર સાફ કરતા મજૂરો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મજૂરોને કોઇ પ્રકારના સાધનો અપાતા નથી. - Divya Bhaskar
મજૂરોને કોઇ પ્રકારના સાધનો અપાતા નથી.
  • અગાઉ જિલ્લામાં ગટર સાફ કરતા મજૂરનું મોત થયું હતું
  • શું કોઈ મજૂરનો ભોગ લેવાયા પછી જાગશે તંત્ર ?

રાજ્યમાં ગટર સાફ કરતી સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યાં હોવાની ઘટના બની છે ત્યારે. સાણંદ તાલુકાના ચાંગોદર ગામે બ્રિજ પાસે આવેલ ગટરમાં કોઈ પણ સેફટીના સાધનો વગર મજૂરો ગટર સાફ કરતા હોવાનું સામે આવ્યું છે. જીલ્લામાં અગાઉ ગટર સફાઈ કરતા મજૂરનું મોત પણ થઇ ચુક્યું હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સાણંદ શહેર અને તાલુકામાં પણ અનેક જગ્યાએ આવા દશ્યો તો જોવા મળે છે.

ગટર સફાઈ કરતા મજૂરને ગ્લવ્સ, માસ્ક કે યુનિફોર્મ જેવા સેફ્ટીના કોઈ સાધનો આપવામાં આવતા નથી. ગટરમાં ઉતરવાના કારણે મજૂરો થતા રોગો માટે રેગ્યુલર ચેકિંગ કરવા કોઈ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં પણ આવતું નથી. તંત્ર કે કોન્ટ્રાક્ટરો નિયમ તોડીને મજૂરોને ગટરમાં ઉતરવાની ફરજ પાડતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં ગટરની સફાઈ કરતી વખતે જો કોઈ મજૂરનું મોત થશે તો જવાબદાર કોણ ગણાશે ?, શું કોઈ મજૂરનો ભોગ લેવાયા પછી જાગશે તંત્ર ?

અન્ય સમાચારો પણ છે...