અકસ્માત:સાણંદ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે મહિલાનું મોત

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પાણી ભરી રોડ ક્રોસ કરી આવી રહી ત્યારે વાહને ટક્કર મારી હતી

સાણંદ સરખેજ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું .સાણંદ સરખેજ હાઇવે ઉપર સુકીર્તિ બંગલો સામ ેછાપરામાં મનુભાઈ ભાઇસંગભાઈ માવી અને તેમના પરિવારજનો રહે છે અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. શનિવારે સવારે મનુભાઇના પત્ની સમદરબેન 6 કલાકના સુમારે રોડ ક્રોસ કરી સુકીર્તિ સોસાયટીમાંથી પાણી ભરી પરત આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણયા વાહન ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ટક્કર મારતા ઘટના સ્થળેજ તેઓનું કરુંણ મોત નીપજ્યું હતું .

અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદ શહેરનો વિસ્તાર શરુ થૈ જવા છતાં વાહન ચાલકો ગતિ મર્યાદા જાળવતા નથી ત્યારે કોઈ રાહદારીને રોડ ક્રોસ કરવો માથાના દુખાવા સમાન બની જાય છે અને અકસ્માતનો પુરે પૂરો ભય રહે છે . ત્યારે શહેરી વિસ્તાર શરુ થતાંજ ગતિમર્યાદા કાયદો કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, સાણંદ આસપાસથી પસાર થતાં હાઇવે પર વાહનો પૂરઝડપે દોડતાં હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...