ભાજપમાં બળવો:15000 સમર્થક સાથે બુધવારે અપક્ષ ફોર્મ ભરીશ; ખેંગાર સોલંકી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ ભાજપમાં બળવો, માણકોલ ચોકડી નજીક ખેંગાર સોલંકીનું શક્તિ પ્રદર્શન; 1000 સમર્થક એકઠા કર્યા

સાણંદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કનુભાઈ પટેલને રિપીટ કરાતા એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકીએ બળવો પોકાર્યો છે. રવિવારે સાંજે સાણંદ નળસરોવર રોડ ઉપર માણકોલ ચોકડી ખાતે ખેંગારભાઈ સોલંકીએ સાણંદ તેમજ બાવળા વિસ્તારના 1000 થી પણ વધારે સમર્થકો એકત્ર કરીને શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. અને એમાં જાહેર કર્યું હતું કે જીવનમાં મેં પાછીપાની કરી નથી અને ગમે તેવું દબાણ આવે હું પાછી પાની કરવાનો નથી. અપક્ષમાં પોતે ચૂંટણી લડવાના હોઈ બુધવારે સાણંદ સોમનાથ પાર્ટી પ્લોટ ખાતે 15000 સમર્થકો સાથે રાખી ફોર્મ ભરશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સાણંદ વિધાનસભામાં કો પટેલ સમાજનું વર્ચસ્વ રહેલું છે. કો.પટેલ કાર્ડ પરિણામ બદલી શકવા માટે સક્ષમ છે તે દરેક પક્ષ જાણે છે ત્યારે ભાજપ દ્વારા પણ બંધ બારણે ડેમેજ કંટ્રોલના પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી ભાજપના આ ભંગાણ નો કઈ રીતે લાભ લેવો તે માટે ધીરજ રાખીને બેઠી છે.

અન્ય સમાચારો પણ છે...