ઉજવણી:નળ સરોવરમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના વન વિભાગ હસ્તકના નળસરોવર પક્ષી અભયારણ્ય, વન્યજીવ વિભાગ, સાણંદ દ્વારા નળસરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે તા.2થી 8 ઓક્ટોબર દરમ્યાનમાં આજે 2જી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને ધ્યાને લઈ “સ્વચ્છતા વિશે ગાંધીજી” ને યાદ કરીને તેમના જીવનમાં અને કાર્યમાં સ્વચ્છતા એવી તો વણાઈ ગઈ હતી કે બાપુને યાદ કરતાં સહજપણે જ સ્વચ્છતા વિષેના તેમનાં કાર્યો નહીં તો તે વિષેનો તેમનો પ્રેમ તો યાદ આવી જ જાય…..તેમને મન સ્વછતા એ માત્ર કચરો સાફ કરવાના સ્થૂળ અર્થમાં નહીં પરંતુ કોઈ પણ વસ્તુના યોગ્ય અને કરકસરયુક્ત ઉપયોગ વડે ઓછામાં ઓછો બગાડ થાય અને બધું જ એ રીતે વપરાયા પછી પણ જે કચરો નીકળે તે યોગ્ય જગ્યાએ પહોંચે એવા સૂક્ષ્મ અર્થમાં છે.

ટૂંકમાં સ્વચ્છતા એ કોઈ પ્રક્રિયા નથી પણ રોજબરોજની જીવનશૈલીનો એક ભાગ છે. જેથી નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે વન વિભાગના સ્ટાફ તથા શાળાના બાળકો/ વિધાર્થીઓ (સંખ્યા 60) દ્વારા સંકુલની આજુબાજુમાં સફાઈ અને વિવિધ બેટમાં પ્લાસ્ટીક એકત્રિકરણ તથા વન્યજીવો વિશે સમજ આપી, ચર્ચા કરી, અને વન્યજીવ સંરક્ષણ ધારાની વિવિધ જોગવાઈ તથા વન્યજીવોની ઉપયોગીતા વિશે સમજ આપી હતી. થોળ પક્ષી અભયારણ્ય ખાતેના વિસ્તારમાં ં વન વિભાગના સ્ટાફ દ્વારા પ્લાસ્ટીક કચરાનું નિર્મુલન કરી મહાત્મા ગાંધીના સ્વચ્છતાના અનુગુણને ખાસ અર્થમાં નિભાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...