જાહેરનામા ભંગ:કોરોના દૂર કરવાની બળિયાદેવની બાધા પૂરી કરવા ગામલોકો ટોળે વળ્યા

સાણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિધરાડ અને નવાપુરામાં મહિલાઓ માથે માટલા લઇ બાધા પુરી કરવા દોડી ગઇ હતી. - Divya Bhaskar
નિધરાડ અને નવાપુરામાં મહિલાઓ માથે માટલા લઇ બાધા પુરી કરવા દોડી ગઇ હતી.
  • સાણંદ તાલુકાનાં નવાપુરા અને નિધરાડ ગામોમાં માસ્ક, અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ
  • ડિ.જે.ના સંચાલક સામે ચાંગોદર પોલીસમાં જાહેરનામા ભંગની ફરિયાદ

સાણંદ અને તાલુકામાં હાલ કોરોના કેસોમાં રોકેટ ગતિએ વધારો થયો છે. વળી રાજ્યના મુખ્યમંત્રી અને પોલીસ વડા દ્વારા લગ્ન અને ધામિક પ્રસંગોમાં 50 વ્યકિતઓને જ મંજુરી આપી છે. ત્યારે સાણંદ તાલુકાના નવાપુરા અને નિધરાડ ગામે આવેલા બળિયાદેવ મંદિરે પાણી ચડાવવાનો ધામિક પ્રસંગની ઉજવણીમાં હજારોની સખ્યામાં ભીડ ઉમટી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

કોરોનાના પ્રકોપથી બચવા માટે લોકો બળિયાદેવની બાધા રાખી રહ્યા છે અને તેના ભાગરૂપે વરઘોડો કાઢવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ડિ.જે.ના સંચાલક સામે ચાંગોદર પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.

ઉજવણીનો વીડિયો વાયરલ થતા ચાંગોદર પોલીસે નવાપુરા ગામમાં જઈ તપાસ કરતા બળિયાદેવના મંદિર પાસે મોટી સંખ્યામાં મહિલા એકઠા થયા હતા અને ડીજે વાગતું હતું. જેને લઈને પોલીસે તપાસ કરતા આયોજકોમાં કૌશિકભાઈ ભીખાભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દશરથભાઈ રાજુભાઈ ઠાકોર, કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર (તમામ રહે. નવાપુરા ગામ તા.સાણંદ)એ ધાર્મિક પ્રસંગનું આયોજન કર્યું હતું. અને ટોળા ભેગા કરી માસ્ક નહીં પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરી અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લગ્ન અને ધાર્મિક પ્રસંગ અંગે જાહેરનામાંનું પાલન નહીં કરી અને મંજરી નહી લીધે તેમજ ધાર્મિક પ્રસંગમાં ભીડ એકત્રિત કરી ડી.જે લઇ આવનાર સંચાલક મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર (રહે.નવાપુરા ગામ)ના વિરૂદ્ધ ચાંગોદર પોલીસે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ મંગળવારે સાણંદ તાલુકાના નિધરાડ ગામે પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ બળિયાદેવના મંદિરે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો જેમાં મહિલાઓ પુરુષોએ સોશીયલ સોસિયલ ડિસ્ટન્સનું પાલન નહીં અને માસ્ક પહરીયા વગર એકઠા થયા હતા જેનો પણ વીડીયો સોસિયલ મીડિયામાં વાઈરલ થતા સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે.

કોરોનાના પ્રકોપથી બચવા લોકો બળિયાદેવની બાધા રહ્યા છે જેના ભાગરૂપે આ વરઘોડો કાઢવામાં આવ્યો હોવાની વાત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. અંત્રે નોંધપાત્ર છે કે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેને અટકાવવા શહેર અને તાલુકામાં સ્વૈછિક લોકડાઉન છે ત્યારે આવા કાર્યક્રમો યોજી કોરોનાની ગંભીર સ્થિતિનું આમંત્રણ આપવા સમાન છે.

અન્ય સમાચારો પણ છે...