તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નશીલી દવાના જથ્થાના કેસમાં વધુ 2 આરોપીને ગ્રામ્ય SOGએ ઝડપ્યા, રૂ. 33,27,690નો મુદ્દામાલ સાથે અગાઉ 3 શખ્સ પકડાયા હતા

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા 2 આરોપી - Divya Bhaskar
ઝડપાયેલા 2 આરોપી
  • સાણંદના નવાપુરા પાટીયા પાસેથી જથ્થાે ઝડપાયો હતો

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ ગ્રામ્ય એસ.ઓસ.જી ટીમે સાણંદ તાલુકાના નવાપુરા પાટિયા નજીકથી નશાકારક કફ સિરફના કુલ 225 નંગ બોક્ષ જેની કુલ કિં. રૂ.30,97,770 નશાકારક ટેબલેટ બોક્ષ નંગ 136 જેની કુલ કિં. 2,10,720 તેમજ એક ટુ-વ્હીલ જેની કિં. 10 હજાર તેમજ 3 મોબાઈલ ફોન જેની કીં.3 હજાર તેમજ રોકડ 6200 મળી કુલ 33,27,690નો મુદ્દામાલ સાથે 3 ઈસમોને અગાઉ ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં સંડોવાયેલા ઈસમોના નામો ખુલતા કાર્યવાહી હાથ ધરી હતી. જેથી પોલીસ મહાનિરીક્ષક વિ.ચન્દ્રશેખર અમદાવાદના રેન્જ અને પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવએ અમદાવાદ ગ્રામ્યમાં નશાકારક માદક પદાર્થના મોટા જથ્થા સાથે પકડાયેલ આરોપીઓ જમીન ઉપર છૂટીને ગેરકાયદેસર પ્રવુતિ ચોરી છુપીથું ચાલુ રાખેલ હોય જેથી તે પ્રવૃત્તિ અટકાવવ માટે એસઓજી શાખાના પી.આઈ ડી.એન.પટેલને સૂચના આપી જેને લઈને સાણંદ ચાંગોદર પોલીસમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત નોંધાયેલ ગુનાના આરોપી માંગીલાલ ઉર્ફે મનીશ પુખરાજજી ચૌધરી(રહે.જુનાવાડજ) અને હરીશકુમાર પુખરાજજી ચૌધરી (રહે. જુના વાડજ)ના વિરૂદ્ધમાં કેફી ઔષધો અને મન: પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદે વ્યાપાર અટકાવવા વોરંટ ઈશ્યુ કરી બંને ઈસમોની અટકાયત કરી માંગીલાલ ઉર્ફે મનીશ પુખરાજજી ચૌધરીણ મધ્યસ્થ જેલ સુરત અને હરીશકુમાર ચૌધરીને ખાસ જેલ ભુજ ખાતે ધકેલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...