સાણંદ તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં 5 કરોડથી વધારે રકમના વિકાસ કાર્યોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ કામોનું ટેન્ડરિંગ કરીને કામ શરુ કરવામાં આવશે. સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાએ આ અંગે દિવ્ય ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે 15માં નાણાપંચ અંતર્ગત થનારા વિવિધ વિકાસ કાર્યોમાં સાણંદ તાલુકાના જરૂરિયાત વાળા મોટા ભાગના ગામોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારને મળનારી સુવિધાઓ
આરોગ્ય સુવિધા માટે રૂમ બનશે
ખોરજ, ઇયાવા, મખીયાવ, ચેખલા, બકરાણા, હીરાપુર, પલવાડા, મનીપુર, કાણેટી, કોલટ
પ્રાથમિક શાળામાં શૌચાલય બનશે
હમજીપુરા (વી નગર ), ગોધાવી, રૂપાવટી, વનાલિયા, કુંવાર, ગિબપુરા, મોતીપુરાનો સમાવેશ થાય છે.
ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહન ફાળવાશે
રતનપુરા, તાજપુર, નવાપુરા, તેલાવ, ચેખલા, અણદેજ, વાસણા ઈ, રેથલ, કુંડલ, નાની દેવતી, ચરલ, સરી, ખોરજ, ખીચા, જુવાલ, પીંપણ, વીરોચન નગર, દોદર, ઝોલાપુર, બકરાણા, કલાણા, ગોરજ
વીજળીની બચત કરવા ગામના પંચાયત ઘર પર સોલારપેનલ નખાશે
લોદરીયાળ, મટોડા ચાચરાવાડી વાસણા, મોરૈયા, વાસણા, બકરાણા, વિછીયા, પીપણ, સેલા, ચાંગોદર, ગોધાવી, કોલટ, સનાથલ, કાણેટી, ખીચા, લેખંબા, ખોરજ, ગણેશપુરા, ભવાનપુર, ખોડા, બોળ, રેથલ, ઝોલાપુર, મેલાસણા, વનાળીયા
કોઇ પણ કામની રજૂઆત આવે તો તે તપાસવા સમિતિ રચાઇ
અગાઉ થયેલા આર ઓ કૌભાંડ બાદ તંત્ર ઉપર આંગળીઓ ચીંધાઈ રહી છે તેના પ્રત્યુત્તરમાં અરવિંદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારા કાર્યકાળ પહેલા જે તે વિસ્તારમાંથી માંગણી હોય તેવા કામોને બહાલી આપી દેવાતી હતી જેથી કેટલીક ક્ષતિઓને કારણે કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓને ગેરરીતિનું મોકળું મેદાન મળતું હતું પરંતુ હવે કોઈ પણ કામોની રજૂઆત આવે તે તપાસવા અમે સમિતિની રચના કરી છે અને કામની મંજૂરી પહેલા ખરે ખર સ્થળ ઉપર શું પરિસ્થિતિ છે તે ચકાસવામાં આવશે અને કામ થયા પછી પણ સ્થળ તાપસ બાદજ જે તે બીલો પાસ કરવામાં આવશે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે લાલીયાવાડી ચલાવી લેવાશે નહીં > અરવિંદસિંહ વાઘેલા, પ્રમુખ, સાણંદ તાલુકા પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.