સાણંદ વિરમગામ હાઇવે પર આવેલ ખાનગી કંપનીનો સિક્યુરિટી ગાર્ડ લોકરમાં મુકેલા સ્ટાફના જ ૨૩ મોબાઈલ લઈને ફરાર થઇ જતા સાણંદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. ત્યારે મોબાઈલ ચોરના ઈસમને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડી સાણંદ પોલીસને સોપયો હતો જેને લઈને સાણંદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે સાણંદની શુભલક્ષ્મી ઇન્ડ એસ્ટેટ માં અવેરી ફાર્મા લી.માં ગત ૭ જાન્ય ુઆરીએ કંપનીમાં બધા કર્મચ ારીઓએ ૨૩ મોબાઈલ સિક્યુરિટી કેબિનમાં જમા કરાવ્યા હતા .
ત્યારે એ વખતે બે સિક્યુરિટી ગાર્ડ ડ્યૂટી ઉપર હતા શિવભૂષણ બદ્રીનાથ પાંડે અને અભિષેક સુનિલ મિશ્રા જેમાંથી અભિષેક મિશ્રા બપોરે ૪:૪૦ કલાકે લોકરમાંથી તમામ મોબાઈલ અને તેના પોતાના ડોક્યુમેન્ટ લઈને ફરાર થઇ ગયો હતો ઘટના અંગે પોલીસે વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ હતી. ત્યારે મોબાઈલ ચોરી કરી ફરાર અભિષેક સુનિલ મિશ્રા વડોદરા બસ ડેપોમાં મોબાઈલ વેચવા ફરતા હતો જેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો હતો.
પોલીસ તપાસમાં મોબા લોની ચોરી કરનાર અભિષેક સુનિલ મિશ્રા પાસે યુપી જવા માટે રૂપિયા નહિ હોવાથી વડોદરા બસ ડેપોમાં મોબાઈલ વેચાણ કરવા ફરતો હતો જેની પાસેથી 23 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પડકાયેલ મોબાઈલ ચોરને સાણંદ પોલીસને સોપયો હતો જેને લઈને સાણંદ પોલીસે મોબાઈલ ચોરી કરનાર અભિષેક સુનિલ મિશ્રાની કડક પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લ ખનીય છે કે અભિષેક શ્રદ્ધા સબૂરી સીક્યુ કંપનીનો માણસ હતો અને ૧૫ દિવસ પહેલાજ આ કંપનીમાં નોકરી લાગ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.