કોરોના ઇફેક્ટ:સાણંદની બજારમાં ઉત્તરાયણની ખરીદીમાં 3૦ ટકાનો ઘટાડો થયો

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવમાં 15 ટકાનો વધારો રસિયાઓને નડ્યો, કોરોનાથી ડરવું નહીં તેવાં સ્લોગનવાળા પતંગો બજારમાં

કોરોના કહેરની અસર જાણે હવે દરેક તહેવારો ઉપર હોય તેમ ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સાણંદની બજારમાં ઉત્તરાયણની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વળી, બજારમાં વેક્સિન અંગે જાગૃતિ અને સોશિયલ ડીસ્ટન્સ સુત્રોના પંતગો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અમદાવાદના જીલ્લાના સાણંદ શહેરની બજારમાં દર વર્ષે ઉત્તરાયણના તહેવારને ગણતરીના કલાકો બાકી હોય ત્યારે બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટે છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે કોરોનાના કહેરને કારણે બજારમાં ગ્રાહકોની અવરજવર અસર પડી છે. પતંગ દોરીના વેપારીના જણાવ્યા અનુંસાર ઉત્તરાયણના તહેવારને હવે ગણ્યાગાઠિયા કલાકો બાકી છે. ત્યારે સાણંદ શહેરની બજારમાં આ વર્ષે કોરોનાને કારણે અને પતંગ દોરીના વેચાણમાં અંદાજે 30 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહો છે. વળી પતંગ અને દોરીના ભાવમાં ગત વર્ષ કરતા આશરે 15 ટકા જેટલો વધારો આવ્યો છે.

આ વર્ષે કોરોનાથી બચવા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વેપારીઓએ વેક્સિન અંગે જાગૃતિના, સોશીયલ ડીસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા, જો બકા કોરોનાથી ડરવું નહી તેવા સ્નોગ્લ વાળા પતંગો વેચાણ માટે રાખતા બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પતંગ રસિયાઓ ઉત્તરાયણ મનાવવા માટે મક્કમ છે ત્યારે આજે ગુરુવારે પતંગ બજારમાં ખરીદી જામે તેમ વેપારીઓ ઇચ્છી રહ્યા છે.

વિરમગામ શહેરમાં ઉત્તરાયણને લઈને પતંગ બજારમાં ઘરાકી જામી
વિરમગામ શહેરમાં કમુરતા ને લઈને બજારમાં ભીડભાડ નહિવત રહેતી હતી જ્યારે માર્કેટમાં વેપારીઓ પણ ગ્રાહકોને આવકારવા રાહ જોતા હતા ત્યારે 14 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ નજીક આવતા 12 જાન્યુઆરી બુધવારથી શહેરમાં ભીડભાડ સહિત પતંગ રસિયાઓ દ્વારા પતંગ-દોરા ની ખરીદી કરવામાં આવી રહી છે તેમજ જામફળ,શેરડી,બોર,ચીકી,તલ ના કચરિયા ની પણ ખરીદી નીકળી છે

માડલ બજારમાં મંદીનો માહોલ
માંડલ શહેરમાં ઉત્તરાયણ પર્વને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે.શહેરમાં પતંગ દોરીના સ્ટોલ ધરાવતા વેપારીઓ જણાવી રહ્યા છે કે પતંગ દોરી ખરીદવા આવતા ગ્રાહકો ખૂબ જ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. તેના પગલે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પતંગ દોરીના ભાવમાં પણ 20 ટકાનો ભાવ વધારો અને કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતા પતંગ રસિયાઓ પતંગ દોરીની ખરીદી કરવા બજારમાં આવતા ખચકાટ અનુભવે છે ત્યારે વેપારીઓને આશા છે કે ઉત્તરાયણના આગલા દિવસે ઘરાકી નીકળશે.

અન્ય સમાચારો પણ છે...