તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારતંત્ર:સાણંદમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર યોજના 10 વર્ષ પછી પણ 60% કામગીરી બાકી

સાણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંથર ગતિએ વિકસતી સાણંદની માળખાકીય સુવિધાને બુસ્ટર ડોઝ આપો
 • ધારાસભ્ય તથા ભાજપ શહેર પ્રમુખે મુખ્યમંત્રીથી લઇ કેન્દ્રીય ગૃહમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી પ્રોજેક્ટઝડપી પુરો કરાવવા માગણી કરી

સાણંદ શહેરના ધારાસભ્યએ સાણંદ નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. બીજી તરફ સાણંદ શહેર ભાજપ પ્રમુખે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહને પત્ર લખી સાણંદ નગરપાલિકા વિસ્તારમાં યુ.જી ડ્રેનેજનો અધુરો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગ કરી છે.સાણંદ શહેરને વધુ વિકસિત બનાવવા સાણંદ શહેરના ધારાસભ્ય કનુભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને 26 માર્ચના રોજ પત્ર લખી સાણંદ નગરપાલિકા વિસ્તારનો અંડર ગ્રાઉન્ડ ગટરના પ્રશ્ન બાબતે કાર્યવાહી કરવા, નગરપાલિકાને 2021ની અંદાજીત વસ્તી 60 હજારની ગણી બ વર્ગની નગરપાલિકાને ગણીને ખાસ કિસ્સામાં નગરસેવા સદન બનાવવા તાકીદે ગ્રાન્ટ ફાળવવા અને યોગ્ય કાર્યવાહી કરવા અને જે-તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માંગ કરી છે.

તેમજ સાણંદ પાલિકાને 136 વર્ષ પહેલા ફાયરના સાધનો ફાળવવામાં આવ્યા હતા. જે ખુબ જ બ્રેકડાઉન અને ખરાબ હાલતમાં છે. નવા સાધનો ફાળવવા તેમજ સાણંદ પાલિકા વિસ્તારના સમાજ સંગઠકની એક જગ્યા છે જે વિસ્તારના પ્રમાણમાં ખુબજ ઓછી પડતી હોવાથી તાત્કાલિક અસરથી બીજા સમાજ સંગઠકની નિમણુંક કરવા બાબતે રજૂઆત કરી છે. તો બીજી તરફ સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વ્યાસે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગર મત વિસ્તારના સાંસદ અમિતભાઈ શાહને પત્ર લખી માંગ કરી છે કે સાણંદ નગરપાલિકાની ગત ચૂંટણીમાં શહેરની જનતાએ 28 સીટોમાંથી 24 સીટ ભાજપને આપી છે

ત્યારે સાણંદ શહેરનો પ્રાણપ્રશ્ન ગણાય તેવા અંડર ગ્રાઉન્ડ ગટરની કામગીરી છેલ્લા 10 વર્ષથી પૂર્ણ થયેલ નથી જેમાં કેન્દ્ર સરકારની અર્બન ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સ્કીમ ઇન સેટેલાઈટ ટાઉન હેઠળ રાજ્યમાં સાણંદ નગરપાલિકાની પસંદગી થયેલ અને આ સ્કીમ હેઠળ સાણંદ નગરપાલિકાની યુ.જી ડ્રેનેજ પ્રોજેક્ટ રૂ.5800 લાખ વર્ષ 2010માં મંજુર થયા હતા. આ પ્રોજેક્ટનું અમલીકરણ સરકાર દ્વારા અમદાવાદ મ્યુ.કોપો.ને આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુ.કોપો. દ્વારા મંજુર પ્રોજેક્ટનું 30 ટકાથી 40 ટકા અમલીકરણ કરાયું છે. અને તેમાં પણ 10 વર્ષ ઉપરાંતનો સમય પસાર થઇ ગયો છે.

તેમજ હજી કુલ 2 પંપિગ સ્ટેશનનું નિર્માણ કામ અને નેટવર્કની કામગીરી 60 ટકા બાકી છે. શહેરમાં 10 ટી.પી અલમ બની છે વસ્તી અને વિકાસ સતત વધતો રહે છે. પરંતુ અંડર ગ્રાઉન્ડ ગટરની સુવિધા ન મળતા પ્રજા ત્રાહિમામ છે. ચુંટણી ઢંઢેરામાં ભાજપ પક્ષ દ્વાર અંડર ગ્રાઉન્ડ ગટરની સુવિધા આપવા માટે વચન આપવામાં આવેલ જે પૂર્ણ ન થતા મતદારો નારાજ છે અને આગામી ચૂંટણીમાં આ પશ્ન પક્ષ માટે નુકશાનકર્તા સાબિત થાય તેમ છે જેને લઈને સાણંદ નગરપાલિકા વિસ્તારની અંડર ગ્રાઉન્ડ ગટરની અધુરી કામગીરી ઝડપી શરુ થઇ પૂર્ણ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો