તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ કબજે:સાણંદ બાયપાસ નજીકથી 10 લાખના દારૂ સાથે બે ઝડપાયા

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં ઘરવખરીની નીચે ચોર ખાનામાં દારૂની 2443 નંગ બોટલ છુપાવી દારૂ લઇ જવાતો હતો

સાણંદ રિંગરોડ અને આસપાસના વિસ્તારો જાણે વિદેશી દારૂ સપ્લાયનો કોરીડોર બની ગયા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી અહી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવી રહ્યું છે આવીજ એક ઘટનામાં એલસીબી અમદાવાદ ગ્રામ્યએ બાતમીને આધારે સાણંદ બાયપાસ નજીકથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઇસમોને ઝડપી લઇ જેલ હવાલે કર્યા છે.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે લોકલ ક્રાઈમ બ્રાંચ અમદાવાદ ગ્રામ્યના એ એસ આઈ ભરતસિંહ ચૌહાણ અને પ્રદીપસિંહ રાઠોડને બાતમી મળી હતી કે સાણંદ બાયપાસ નજીકથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થનાર છે આ ચોક્કસ બાતમીને આધારે એલસીબીએ સરખેજ –વિરમગામ હાઈવે રોડ તરફના સાણંદ બાયપાસ નજીક સોમવારે વહેલી સવારે વોચ ગોઠવતા બાતમી મુજબનું કન્ટેનર પસાર થતા રોકીને તપાસ કરતા જેમાં ઘર વખરી દેખાઈ આવતી હતી પરંતુ તેની નીચે ચોર બોક્ષ બનાવેલા હતા. જેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 182 પેટી (2443 નંગ બોટલ) મળી આવી હતી જેની કિંમત 10,60,500 જેટલી થવા જાય છે. જેથી પોલીસે કન્ટેનર સહીત 21,57,600ના મુદામાલ સાથે બે ઇસમો સંદીપ ભાગરાજસિંહ કુમ્હાર (રહે ધમાઈ , હોશિયારપુર પંજાબ) અને ગુરનેકસિંગ જોગીન્દરસિંગ જાટ (રહે મહેન્દ્રપુર , નાવાશહેર પંજાબ)ની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...