તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાણંદના વાસણા નજીકથી 692 બોટલ દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રૂ.4.92 લાખનો મુદામાલ જપ્ત કર્યો
 • સાણંદ પોલીસે ફરાર 3 આરોપી સહિત 5 સામે ગુનો નોંધ્યો

સાણંદના વાસણા ગામ પાસે હોટલ બેનીડેક્સનની બાજુમાં આવેલ સ્મશાનની પાસે ગાયો-ભેંસોના તબેલામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે યુવકો ઝડપી કુલ 5 ઈસમો વિરૂદ્ધમાં સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.જે.ઝાલા નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે વાસણા (ઇ) ગામમાં રહેતા યુવરાજસિંહ મુકુંદસિંહ વાઘેલા તથા હરપાલસિંહ ઉર્ફે જોન્ટી રવિન્દ્રસિંહ વાઘેલા તથા મહીપાલસિંહ ઉર્ફે રેન્ચુ સુખદેવસિંહ વાઘેલાએ વિદેશીદારૂના છુટક વેંચાણનો ધંધો કરે છે. અને હાલમાં સાણંદ વિરમગામ રોડ પર આવેલ વાસણા (ઇ) ગામની સીમમાં હોટલ બેનીડેક્સનની બાજુમાં આવેલ સ્મશાનની નજીક મહીપાલસિંહ ઉર્ફે રેન્ચુ સુખદેવસિંહ વાઘેલાના ગાયો ભેંસોના તબેલામાં ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ઉતારેલ હોય જેનુ હેરાફેરી કરવાનુ કામ હાલમાં ચાલુ છે.

જેથી સાણંદ પોલીસ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ બુધવારે સાંજે 6.30 કલાકે રેડકરતા વિદેશી દારૂની બોટલો નંગ 696 કિંમત રૂ.3,48,000 તથા એક ફોર વ્હીલર ગાડી કિ.રૂ. 90,000 તથા બે મોટર સાયકલ કિ.રૂ.45,00 તથા મોબાઇલ ફોન નંગ ૦૩ કિ.રૂ.9,000નો મળી કુલ કિ.રૂ.4,92,00નો મુદ્દામાલ જપ્ત કરી સંજયસિંહ વિજયસિંહ વાઘેલા અને મહીપાલસિંહ સુરેન્દ્રસિંહ વાઘેલા (બંને રહે. સાણંદ)ને રેડ દરમ્યાન ઝડપી લીધા હતા તેમજ રેડ દરમ્યાન યુવરાજસિંહ મુકુંદસિંહ વાઘેલા ગાડી લઇ ફરાર થઇ ગયો હતો જયારે હરપાલસિંહ ઉર્ફે જોન્ટી રવિન્દ્રસિંહ વાઘેલા અને મહીપાલસિંહ ઉર્ફે રેન્ચુ સુખદેવસિંહ વાઘેલા (તમામ.રહે, વાસણા)નાઓ ગાડીમાં ફરાર થવા જતા પોલીસે ખાનગી ગાડીમાં તેઓની ગાડીનો પીછો કરતા ફરાર ઈસમોએ પોલીસની ગાડીને ટક્કર મારી નાસી છુટયા હતા જેને લઈને પોલીસે કુલ ૫ લોકોના વિરૂદ્ધમાં ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો