તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદના મટોડા પાસે ટ્રાવેલ્સ ઓફિસમાંથી ચોરી કરનાર 2 શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયા

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બંને ઈસમોને ઝડપી પાડ્યા

ચાંગોદર પોલીસ ટીમે વાહન ચેકિંગ દરમ્યાન બાઈક ઉપર ચોરીનો મુદ્દામાલ લઇને જતા સાણંદ તાલુકાના 2 ઈસમોને ઝડપી લઇ બંને વિરૂદ્ધમાં ગુનો નોંધયો છે.અમદાવાદ ગ્રામ્ય જિલ્લામા ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા સૂચના કરાઈ હતી જે અનુસંધાને ચાંગોદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.ડી.મંડોરા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ચાંગોદર વિસ્તારમા વાહન ચેકિંગમાં હતા.

દરમ્યાન 2 ઇસમો બાઇક ઉપર કોમ્પયૂટર પ્રિન્ટર લઇ નીકળેલા જેને રોકી પ્રિન્ટર બાબતે પૂછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા તે બંનેને નામ ઠામ પૂછતા અજીતભાઇ ઉર્ફે ભુરો હનુભાઇ કો.પટેલ (રહે. મટોડા ગામ) અને અનીલભાઇ ભયરામભાઇ કો.પટેલ (રહે. ડરણ ગામ તા.સાણંદ મૂળ રહે. રેથલ ગામ) હોવાનુ જણાવતા બંને ઈસમને વધુ પૂછપરછ કરતા આરોપીઓએ 21 જૂનની રાત્રીના મટોડા પાટિયા પાસે ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટરના તાળા તોડી પ્રિન્ટર કિ.રૂ. 16,350 સી.સી.ટી.વી.નું ડીવીઆર 4 ચેનલવાળુ કંપનીનું કિ.રૂ. 17,605, કોમ્પ્યૂટર કિ.રૂ. 10,000 એલઈડી ટીવી નંગ-2 30,000, બેટરી કિ.રૂ.8,500, લકઝરી બસની વ્હીલ પ્લેટ નંગ 4 કિ.રૂ. 32,000 તથા કેબલ વાયરોનું બંડલ કિ.રૂ. 10,000 મળી કુલ કિ.રૂ. 1,24,455ના મત્તાની ચોરી કર્યાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે ચોરી કરેલા મુદ્દામાલ તથા ચોરીમા વાપરેલા બાઈક કબજે કરી ગણેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજરએ ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...