તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાણંદની નીલમ સોસાયટી પાસે રોડ પર ગટરનાં પાણી ઉભરાતાં પરેશાની

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છતા અભિયાનના સદંતર છેદ ઉડ્યા
  • માણસો દ્વારા માત્ર નામની સફાઈ કરી ત્યાંથી જતા રહેતા હોવાના આક્ષેપ : બીજી વાર ટેન્ડર બહાર પાડ્યું છે

સાણંદ શહેરના બસ સ્ટેશન સામે આવેલી નીલમ સોસાયટી પાસેથી જે નળ રોડ પરની સોસાયટી પાસે જતા આરસીરી રોડ ઉપર છેલ્લા 5 મહિનાથી ગટરના ગંદા પાણી ભરવો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠાયા છે. સમસ્યાનું નિરાકરણ લાવા જાણે પાલિકા તંત્ર વામણું સાબિત થયું હોય તેમ લોકોને પાયાની સુવિધાઓ માટે વલખા મારવા પડી રહ્યા છે.

તંત્રએ સમસ્યાનું નિરાકરણ ન લાવતા સાણંદ દિવ્ય ભાસ્કરની ઓફિસે આવી સમસ્યાની રજૂઆત સાણંદની નીલમ સોસાયટીમાં રહેતા શંકરભાઈ માનાભાઈ વાઘેલાએ કરી હતી. સાણંદ બસ સ્ટેશન સામે આવેલ નીલમ સોસાયટી પાસે આવેલ રહેણાંક વિસ્તારના આરસીરી રોડ(નેળિયું)માં પાસે બે ત્રણ જગ્યાએ ગટરની પાઈપ લાઈન તૂટી જવાના કારણે છેલ્લા 5 મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરતા હોવાથી રહીશોને ચાલવામાં તકલીફ પડે છે.

ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત રહે છે. સમસ્યા અંગે સાણંદ નગરપાલિકાના સેનેટરી ઇસ્પેકટર સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ગટરની તૂટેલી પાઈપ લાઈનની રીપેરીંગ અંગે વાર્ષિક ટેન્ડર બહાર પાડયું છે. પહેલા ટેન્ડર બહાર પાડયું હતું તેમાં કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યું ન હતું, બીજી વાર પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જે સમસ્યાનું આગામી દિવસોમાં નિરાકરણ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...