સમસ્યા:સાણંદના ભાવનાથ છાપરામાં દૂષિત પાણી ભરાતાં પરેશાની, પાલિકાએ એએમસી, ઔડાનો વાંક કાઢ્યો

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકો રજૂઆત માટે દોડી આવ્યા હતા. - Divya Bhaskar
સ્થાનિકો રજૂઆત માટે દોડી આવ્યા હતા.
  • સાણંદ નગરપાલિકામાં દૂષિત પાણી ઉભરવાની સમસ્યાને લઈ સ્થાનિકોની રજૂઆત

સાણંદના ભાવનાથ સોસાયટી પાછળ નવા છાપરા વિસ્તારમાં ગટરના ઉભરતા પાણીની સમસ્યાને લઈને સ્થાની કોએ નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી. બીજી તરફ પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. સાણંદ શહેરના ભાવનાથ સોસાયટી પાછળ આવેલ નવા છાપરા વિસ્તારમાં ઘણા સમયથી ગટરનું દુષિત પાણી રોડ ઉપર ઉભરવાની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ થઇ ઉઠતા સાણંદ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા મહિલાઓ, પુરુષો પહોચ્યા હતા અને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.

બીજી તરફ સાણંદ નગરપાલિકા દ્વારા જણાવ્યું કે ઔડા અને એએમસી દ્વાર અન્ડર ગ્રાઉન્ડ ગટરની કામગીરી પૂર્ણ કરી નથી અને પપ્નીગ સેન્ટર બનાવ્યું નથી જેને લીએન સમસ્યા ઉભી છે. અને ગેરકાયદેસર રીતે કનેક્શન કર્યું છે. આ અંગે ઔડા અને એએમસીમાં પાલિકા દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા રજૂઆત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...