તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કાળજાના કટકા’ની હત્યા:સાણંદના ખોડા ગામે સગા બાપે ત્રીજા લગ્ન કરવા 7 વર્ષની દીકરીને કેનાલમાં ધક્કો મારી પતાવી દીધી

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી આરોપી પિતા અને જમણે મૃતક દીકરીની તસવીર - Divya Bhaskar
ડાબેથી આરોપી પિતા અને જમણે મૃતક દીકરીની તસવીર

સાણંદ તાલુકાના ખોડા ગામના આધેડ યુવકે પોતાને ત્રીજા લગ્ન કરવા હોઈ પોતાની 7 વર્ષીય દીકરીને કારણે લગ્ન થતા ન હોય પોતાની જ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો દઈ મોત નીપજાવ્યું હોવાની ધ્રુણાસ્પદ અને ચકચારી ઘટના સામે આવી છે.

લગ્ન કરવામાં દીકરી નડી રહી હતી
સમગ્ર બનાવની વિગતો એવી છે કે મૂળ ડાલી, સોજીત્રા, આણંદના ધર્મેશભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ દેવજીભાઈ દેવીપુજક હાલ સાણંદના ખોડા ગામે રહે છે ઘનશ્યામના અગાઉ બે વખત લગ્ન થયા હતા. જેમાં પ્રથમ લગ્નથી પ્રિયંકા નામની દીકરી હતી બાદમાં બંને લગ્ન છુટાછેડામાં પરિણમ્યા હતા. ઘનશ્યામને હવે ત્રીજા લગ્ન કરવા હતા પરંતુ તેની 7 વર્ષની દીકરી પ્રિયંકાને કારણે તેને કોઈ છોકરી આપતું ન હતું પોતાના લગ્નમાં આડખીલી રૂપ બની રહેલ દીકરીનું કાસળ કાઢવાનો પિશાચી વિચાર આ કલયુગના નરાધમ બાપને આવ્યો હતો.

પહેલાં પણ મારવાની કોશિશ કરી હતી
ગત તા 5 જુલાઈના રોજ પ્રિયંકાને મારવા મેડિકલ સ્ટોરમાંથી જીવજંતુ મારવાની દવા તથા ઇન્જેક્શન ખરીદી રાત્રીના બારેક વાગ્યે પ્રિયંકા સુઇ જતા દવા ઇન્જેક્શનમાં ભરી મારી દિકરી પ્રિયંકાને મારી નાંખાવા માટે તેના થાપા પર ઇન્જેક્શન આપ્યું હતું. પરંતુ તેની કોઇ અસર ન થતાં તેનું મોત થયું ન હતું.બાદ તા.8ના રોજ ઘનશ્યામ દીકરીને લઇ સાણંદ બસ સ્ટેન્ડથી વિરમગામની બસમાં બેસી હાંસલપુર ચોકડી ખાતે ગયો હતો અને ત્યાં મારી દિકરીને લઇ નીચે ઉતરી ગયો હતો.

કેનાલના સંપ પર લઈ જઈ દીકરીને ધક્કો માર્યો
ત્યારબાદ ત્યાંથી એક રીક્ષામાં બેસી દિકરીને લઇને હાંસલપુર ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પર ઉતરી ગયા હતા. ત્યાંથી લખતર તરફ લઈને ગયો હતો. જ્યાં કેનાલ ઉપર એક નાનો બ્રિજ તથા સંપ આવતા ત્યાં બપોરના લગભગ દોઢેક વાગ્યે મેં મારી દિકરીને ધક્કો મારી કેનાલના વહેતા પાણીમાં નાંખી દીધી હતી. બાદ એક રીક્ષામાં બેસી હાંસલપુર ચોકડીથી બગોદરા ગયો હતો. બાદ દીકરીની લાશ લખતર કેનાલમાંથી મળી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી
બાદમાં પ્રિંયકાની લાશ પણ લખતર કેનાલમાંથી મળી આવતાં વિરમગામ રૂરલ પોલીસમાં ગુનો નોંધાયો હતો. બાદમાં આ ઘનશ્યામ ગત તા 12 જુલાઈ સોમવારે જાતે જ સાણંદ પોલીસ સ્ટેશને જઈ પોતાની દીકરીને કોઈ ઉઠાવી ગયું હોવાની મનઘડંત વાર્તા બનાવી હતી. જેથી સાણંદ પોલીસને શંકા જતા કડક પુછપરછ હાથ ધરતા ઘનશ્યામ ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. પ્રિયંકાની માં અને ઘનશ્યામની પ્રથમ પત્ની ધોળકાના ઉતેળિયામાં રહેતી રીનાની ફરિયાદને આધારે સાણંદ પોલીસે ગુનો નોંધી ઘનશ્યામને જેલ હવાલે કર્યો છે.સાણંદ પોલીસે ગણતરીના દિવસોમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...