પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:સાણંદના સરી ગામના તળાવમાં દૂષિત પાણી છોડાતાં હજારો માછલીનાં મોત

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GPCB ની કાર્યવાહી સામે સવાલો ઊઠ્યા

સાણંદના સરી, મટોડા, લોદરીયાળ પાસેની ફતેવાડી કેનાલમાં અગાઉ અનેક વખતે ખાનગી કંપનીઓ ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડતાં હોવાની રાવ અનેક વખત ઉઠી છે ત્યારે આ ખાનગી કંપનીના પાપે સરી ગામના તળાવમાં હજારો માછલીઓનુ મોત થયું છે. જેને લઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. સરી ગામ પંચાયતએ પ્રદુષણ બોર્ડ ચાંગોદરને લેખિતમાં જણાવ્યું છે કે સાણંદ તાલુકાના વાસણા ચાચરાવાડી, મટોડા, સરી થઇ લોદરીયાળ થઈને ફતેવાડી કેનાલ નીકળે છે. આ વિસ્તારમાં ઘણા ઔદ્યોગિક એકમ આવેલા છે.

આ કંપનીઓ દ્વારા કેનાલમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડાવાની ઘણી ફરિયાદો ભૂતકાળમાં થયેલ છે. સરી ગામની કેનાલનું કનેકશન કરી સરી તળાવમાં અન્ડર ગ્રાઉન પાઈપલાઈન નાખીને જોડવામાં આવે છે. જેથી કેનાલનું પાણી ગામનાથમાં આવી શકાય તેમજ ગામ તળાવનું વધારાનું પાણી કેનાલમાં પરત છોડી શકાય તેવી વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરાઈ છે. સરી ગામના ગામ તળાવમાં મત્સ્યઉદ્યોગ છે.જેનાથી તળાવમાં થતી સેવાળ દૂર થાય અને તળાવને સ્વચ્છ રખાય છે.

10થી 15 જુલાઈ સુધી પડેલા ભારે વરસાદના કારણે કેનાલનું કેર્મિકલ યુક્ત પાણી ગામ તળાવમાં ભરેલ જેના કારણે ગામના તળાવની તમામ માછલીઓ મોતને ભેટી હતી. ગત 13 જુલાઈને પાણીના નમૂના ચકાસણી અર્થે લેબોરટીમાં મોકલેલ જેમાં CODનું લેવલ 112 સુધી ઊંચું હોવાનું દર્શાવે છે. જેથી માછલીઓ મોતને ભેટી હતી. તળાવનું પાણી ગામ લોકો વપરાશમાં લેતા હોવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શેક છે. જેથી ઔદ્યોગિક એકમમાંથી ગંદા અને ઝેરી કેમિકલયુકત પાણી છોડાતું હોય તેવા એકમોને યોગ્ય કાયદાકીય રીતે સીલ કરીને દંડ કરવા ગામ લોકોએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...