તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સાણંદ- કડી રોડ પર ટ્રકોમાંથી 7 એ.સી અને તેલના બોક્સની ચોરી

સાણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને ટ્રકના ચાલકને વહેલી પરોઢે નીકળેવા બાઇકચાલકે ટ્રકમાંથી ચોરી થતી હોવાની માહિતી આપી હતી
 • 3.67 લાખના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ

સાણંદ કડી હાઇવે પર ચાલુ ટ્રકે માલસામાન ચોરી થવાની ફરી આવ ઉઠવા પામી છે. જેને લઈને ટ્રકના ચાલકો ચિતિત બન્યા છે. છેલ્લા બે દિવસમાં આ રોડ ઉપરથી ટ્રકમાં લઈ જવાતા 7 એ.સી, 2 આઉટડોર તેમજ તેલના બોક્ષ મળી કુલ રૂ.3,67,178ના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાને લઈને ટ્રકના ચાલકે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર વિગતો એવી છે કે સાણંદ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ નરસીભાઈ અઘારા (ડ્રાઈવર રહે.વઢવાણ સુરેન્દ્રનગર)એ નોધાવેલી ફરિયાદ અનુસાર ગત ૨ એપ્રિલના રોજ દિનેશભાઈ ઉપર તેઓના શેઠનો ફોન આવ્યો હતો અ્નએ જણાવ્યું કે કડી બાજુની એક વર્ધી છે, તારે કન્ટેનર ટ્રક લઇ કડી જવું પડશે અને કડીથી માલ ભરી વિરમગામ રોડ ઉપર આવેલ સચાણા રેલવે યાર્ડમાં ખાલી કરવાનો છે તેવી વાત કરતા દિનેશભાઈ ટ્રક લઇ કડી જવા નીકળ્યા હતા. અને કડી કરણનગર પાસે હિટાચી કંપનીમાંથી એ.સી ભરી આપયા હતા. કન્ટેનરના દરવાજા બંધ કરી કંપનીનું પાકું બીલ સહીતના કાગળો લઇ તેઓ કન્ટેનર લઇ ૩ એપ્રિલના રાત્રેના 12 વાગે કડીથી બીજા બે ટ્રકો સાથે સચાણા જવા નીકળ્યા હતા. તે દરમ્યાન મેડા આદરજ ગામન પાટિયા ચા પાણી કરી સચાણા જવા નીકળ્યા હતા. રાત્રીના અઢી વાગ્યા આજુબાજુ સાણંદ ટોલટેક્ષ પસાર કરી થોડે આગળ જતા રોડ ઉપરથી પસાર થતા એક બાઈક ચાલકે દિનેશભાઈને જણાવ્યું કે તમારા કન્ટેનરનો પાછળનો દરવાજો ખુલ્લો છે. જેથી તેઓએ કન્ટેનર સાઈડમાં ઉભું કરી તપાસ કરતા કન્ટેનરમાંથી કેટલાક એ.સી ની ચોરી થયા હોય તેમ લાગતા દિનેશભાઈએ તેઓના સેઠ છોટુભાઈને જાણ કરતા ગાડી ત્યાં જ ઉભી રાખવા જણાવ્યું હતું.

સવારે દિનેશભાઈના સેઠ છોટુભાઈ, શાંતુભાઇ રબારી અને હીટાચી કંપનાના માણસો આવી ટ્રકમાં તપાસ કરતા 7 સેટ એ.સી અને 2 નંગ એ.સીના આઉટડોર જેની કિંમત 2,92,196 ચોરી થયેલ હોવાનું જણાયું હતું. જેથી ટ્રક ચાલક દિનેશભાઈ અને તેઓના શેટ છોટુભાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોચતા તે વખતે અન્ય એક ટ્રકના ડ્રાઈવર રાજેશભાઈ મનસુખભાઈ મકવાણા (રહે.ચિતલગામ અમરેલી)ને વાત કરી કે ૨ એપ્રિલની રાત્રના તેઓ મહેસાણા વિમલ ઓઈલ મિલમાંથી ઓઝોન પ્રોકોન પ્રાઈવેટ લી. કંપનીના તેલના બોક્ષ ટ્રકમાં ભરી કન્ડકટર સાથે રાત્રીના બે વાગે અમરેલી ખાલી કરવા જતા હતા. ત્યારે ચેખલા થી સાણંદ મોર્ડન કંપની પાસે વહેલી સવારે 5 વાગે પહોચતા એક બાઈક ચાલકે જણાવેલ કે તમારી ટ્રકની ઉપર કોઈ માણસ છે જે ટ્રક ઉપરથી સમાન ઉતારી પાછળની ફોરવ્હીલ ગાડીમાં આપે છે. જેથી ચાલકે ટ્રક સાઈડમાં ઉભી રાખી નીચે ઉતરી જોતા તેઓની ટ્રક પાછળ એક સફેદ કલરની સ્કોર્પીઓ જેવી ગાડી જે ગાડીના બોનેટ ઉપર એક માણસ ઉભો હતો અને એક માણસ ટ્રક ઉપર હતો. બંને નીચે ઉતરી ઝડપથી સ્કોર્પીઓ ગાડીમાં બેસીને કડી તરફ ભાગી ગયા હતા.

જેથી ચોરી થયા અંગે તેઓના શેટને જાણ કરતા કડી ખાતેના રાજમોતી રોડ લાઈન્સ તરફથી મણસો સ્થળ ઉપર આવેલ અને ટ્રકમાંથી તપાસ કરતા વિમલ કપાસિયા તેલના એક લીટરના પાઉચના 14 બોક્ષ અન્ય બોક્ષ મળી આશરે કુલ રૂ.74,982ના તેલની ચોરી થઈ હતી. આમ અલગ અલગ 2 ટ્રકમાંથી એ.સી અને વિમલ કપાસિયા તેલના બોક્ષ મળી કુલ રૂ.3,67,178ની ચોરી થતા સમગ્ર ઘટનાને લઈને સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો