તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:RMC પ્લાન્ટમાં પાર્ક કરેલ વાહનોમાંથી 19 બેટરીની ચોરી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના શેલા પાસે બનેલો બનાવ

બોપલમાં રહેતા અશ્વિનભાઈ બેચરભાઈ પટેલે બોપલ પોલીસમાં નોધાવેલ ફરિયાદ અનુસાર સાણંદ તાલુકાના શેલા ગામ પાસે આવેલ સિવાલીક આર એમ સી પ્લાન્ટ ૪૫ ઉપર તેઓ જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે અને કંપની ગાડીઓ પ્લાન્ટમાં અંદર મુકતા હોય છે તા ૨૪ ઓગસ્ટને સવારે તેના પ્લાન્ટ ઉપર નોકરી કરતા કર્મીનો તેના પર ફોન આવેલ અને જણાવેલ કે કંપનીના પ્લાન્ટ ઉપર મુકેલ તમામ ગાડીઓને બેટરીઓ અને બંને કે.વાય.બી પમ્પની બેટરી કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ ગયેલ છે.

જેથી તેઓ પ્લાન્ટ ઉપર જી તપાસ કરતા ૬ આઈસર ગાડીની ૧૨ બેટરી, મહિન્દ્ર ગાડીની ૧ બેટરી, ટાટા ગાડીની ૨ બેટરી, ટાટા ટેમ્પોની ૧ બેટરી, કે.વાય.બી પમ્પની ૨ બેટરી મળી કુલ ૧૯ બેટરીઓની કુલ કિંમત રૂ.૯૫,૦૦૦/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...