કાર્યવાહી:સાણંદમાં ઘર આગળ પાર્ક કરેલા વધુ 1 બાઇકની ચોરી

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ઘોડાઘાડી કોમ્પ્લેક્સ પાસેથી વાહન ચોરાયું હતું, પોલીસ ફરિયાદ

સાણંદ શહેર અને તાલુકા ફરી વાહન ચોરીની ઘટનાઓ બનવા લાગી છે સાણંદના નળ સરોવર રોડ પરના હાઉસિંગ બોર્ડમાં ઘરની સામે પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી ઘટના સામે આવી છે. અગાઉ સાણંદના ઘોડાગાડી પાસે કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ રૂ.55 હજારનું બાઇક ચોરી થવા પામ્યું છે. ત્યારે ફરી બાઇક ચોરીની ઘટના બનતા શહેરીજનો ચિંતિત બન્યા છે સાથે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરાઇ છે. સાણંદના નળ સરોવર રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાડાના મકાનમાં રહેતા રાહુલભાઈ નટુભાઈ રાઠોડ (મૂળ રહે. રેથલ) સાણંદની ખાનગી કંપનીમાં એકાઉન્ટટ તરીકે નોકરી કરે છે.

ગત તા. 30 ડિસેમ્બરની સાંજે સાતેક વાગે નોકરીથી પીઆરટી આવી રાહુલભાઈએ તેઓનું બાઇક ઘરની સામે પાર્ક કર્યું હતું બીજા દિવસે સવારે નોકરી જવા નીકળતા બાઇક જોવા મળેલ નહીં જેથી આજુબાજુમાં તપાસ કરતાં મળી આવેલ નહીં. રાત્રિના સમયે રૂ.25 હજારની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે રાહુલભાઈ રાઠોડે સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...