ધરપકડ:દાગીના ચોરતાં પત્નીએ માર્યો હતો એટલે પતિએ માથું ધડથી જુદું કરી નાખ્યું હતું

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં 6 મહિના પહેલાં પત્નીની હત્યા કરનારો ઝડપાયો

સાણંદના હોળી ચકલા નજીકના ગઢવી વાસમાં ક્રૂરતાપૂર્વક પત્નીનું માથું ધડથી જુદું કરી રહેંસી નાખી ફરાર થયેલો પતિ 6 મહિના પછી ઝડપાઈ ગયો છે. નવેમ્બરમાં પત્નીની હત્યા કર્યા પછી મોબાઇલ ફોન બંધ રાખીને પતિ અમદાવાદ, મુંબઈ સંતાતો હતો. તાજેતરમાં જ મોબાઇલ ફોન ચાલુ કરતાં ક્રાઇમ બ્રાન્ચના હાથે શેલાથી ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેને પકડીને સાણંદ પોલીસને સોંપ્યો છે. દાગીના ચોરતાં પત્નીએ પતિને માર્યો હતો. આથી રોષ ઉતારવા માથું ધડથી જુદું કરી નાખ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ ઉપર ધકેલ્યો છે.

પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં સાણંદના હોળી ચકલા પાસે ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા હિતેષ ઉર્ફે ચકો કનુભાઈ ગોહિલે પત્ની હંસાબેનના દાગીના ચોરી કર્યા હતા જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો હતો અને જેમાં પત્નીએ હિતેષને માર્યો હતો જેને લઈને પતિએ વહેલી સવારે પત્ની હંસા સૂતી હતી ત્યારે માથામાં કુહાડીનો ઘા મારી હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરી મોબાઇલ બંધ કરી ફરાર થઈ ગયો હતો.

સાણંદ પોલીસે પત્નીની ઘાતકી હત્યા કરી ફરાર થયેલા પતિને પકડવા ટૅક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી કૅમેરાના આધારે તપાસ હાથ ધરી હતી તેમજ અમદાવાદમાં વૉન્ટેડનાં પોસ્ટર પણ લગાવ્યાં હતાં. જ્યારે હત્યા કરી ફરાર હિતેષ 6 મહિના બાદ મોબાઇલ ફોનના આધારે ક્રાઇમ બ્રાન્ચે સરખેજ પાસેથી પકડી લીધો હતો.

હત્યા કરી તે અલગ અલગ સ્થળે ફરતો હતો અને સાણંદ પાસે આવેલ શેલા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો પણ આ હત્યારા પતિએ તેના આધાર કાર્ડ ઉપરથી નવું સિમ લઈ ચાલુ કરતાં પોલીસના રડારમાં આવી જતાં સરખેજ પાસેથી પકડી લઈ સાણંદ પોલીસને સોપતા તેને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ ઉપર ધકેલાયો છે.

10 ફેઇલ હત્યારો 6 મહિના સુધી સાણંદ પોલીસના હાથે ન આવ્યો
હિતેષ ઉર્ફે ચકો કનુભાઈ ગોહિલ ધોરણ 10 ફેલ છે અને હત્યા કર્યા બાદ તે અલગ અલગ વિસ્તારમાં રહેતો હતો. થોડાક દિવસોથી તે સાણંદના શેલા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ક્રાઇમ બ્રાન્ચે સાણંદથી અંદાજે 13 કિમી દૂર સરખેજ-સાણંદ ચોકડી પાસેથી હિતેષને પકડી લીધો હતો અને સાણંદ પોલીસને સોપ્યો હતો.

દંપતી મૂળ કચ્છનું રહેવાસી
હંસાબહેન મૂળ કચ્છ જિલ્લાના રાપરનાં અને તેમનો પતિ હિતેષ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. બંનેનાં લગ્ન 4 માસ પહેલાં જ થયાં હતાં અને હિતેષને સાણંદ ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં.


અન્ય સમાચારો પણ છે...