મા ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરી યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા સાણંદ તાલુકાના ઇયાવા ગામના જવાન ગામ પરત ફર્યા હતા. આથી સાણંદ શહેરના પ્રવેશદ્વાર બાયપાસ પાસે ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ દેશભક્તિના ગીતો સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી.
આ યાત્રા સાણંદથી નીકળી ઇયાવા ગામે પહોચી હતી. જેમાં મોટી સંખ્યામાં બાઈક, ગાડીઓ સાથે લોકો જોડાયા હતા. ઇયાવા ગામે રહેતા દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા દેશની સરહદના રખોપા કરી નિવૃત્ત થતા માદરે વતન ઇયાવા આવ્યા હતા. આથી ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.