તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટીફિકેશન:સાણંદ તાલુકાના ઝોલાપુરના 52 વિઘામાં વિસ્તરેલા ગામતળાવનું બ્યૂટીફિકેશન કરાશે

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ગામતળાવને સુંદર બનાવાશે. - Divya Bhaskar
યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ગામતળાવને સુંદર બનાવાશે.
  • અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવનું બ્યૂટીફિકેશનની સંભવત: પ્રથમ ઘટના
  • ઉત્સાહીત ગ્રામજનોએ ગામના ઉકરડા હટાવ્યા બાળકો માટે બાગ-બગીચામાં રમત-ગમતનાં સાધનો અને સિનિયર સિટિઝન માટે વિશેષ બેઠક વ્યવસ્થા
  • સોલાર સ્ટ્રીટ લાઈટથી સજ્જ વોક-વેની પણ સુવિધા

સાણંદ તાલુકાના ઝોલાપુર ગામના તળાવનું બ્યૂટીફિકેશન કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તળાવનું રિડેવલપમેન્ટ અને બ્યૂટીફિકેશન કરવામાં આવતું હોય તેવી સંભવત: પ્રથમ ઘટના છે. સામાન્ય રીતે મોટા શહેરો અને નાના નગરોમાં તળાવને રિડેવલપ કરવામાં આવે છે અને બ્યૂટિફિકેશન હાથ ધરવામાં આવે છે. પણ ઝોલાપુર ગામ એ રીતે અનોખું ગામ બની રહેશે, કે જેનું ગામ-તળાવ શહેરના તળાવોની જેમ વિકસાવાશે. આ પ્રોજેક્ટ હેઠળ બાગ-બગીચા અને વોક-વે જેવી સુવિધાઓ પણ વિકસિત કરાશે.

ઉલ્લેખનીય છે કે યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ઝોલાપુર ગામના તળાવનું બ્યૂટીફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.52 વીઘામાં ફેલાયેલા આ વિશાળ તળાવમાં બાળકો માટે રમત-ગમતના સાધનો સાથેના બાગ-બગીચા, સિનિયર સિટિઝન નિરાંતે બેસી શકે તે માટે બગીચામાં સુંદર બેઠક વ્યવસ્થા તેમ જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો માટે વોક-વે જેવી સુવિધા ઉભી કરાશે. આ અંગે પ્રતિભાવ વ્યક્ત કરતાં ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ કહે છે અમે આતુરતાથી આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છીએ. ગામના લોકો આ વિકાસકાર્યથી ખુશ છે. અમે જ્યારે વાત કરી ત્યારે ગ્રામજનોએ જાતે ઉકરડા દુર કર્યા.” તેઓ કહે છે તળાવના રિડેવલમેન્ટ-બ્યૂટીફિકેશનથી ગામની રોનક બદલાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...