તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટાયર ફાટતાં ડિવાઇડર કૂદી કાર સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ-સરખેજ હાઈવે પરના ઉલારિયા ગામ નજીક
  • મંગળવારે સવારે સરખેજ-સાણંદ હાઇવે પર બોલેરો કારના ચાલકે ટાયર ફાટતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

સાણંદના ઉલારીયા ગામ નજીક હાઈવે ઉપર બોલેરો પીકઅપ ગાડી ડિવાઈડર કૂદી સામે રોંગ સાઈડમાં જઈ હાઈવે પર જતા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બોલેરો ગાડીનો ચાલકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મંગળવારે સવારે 11 કલાકે સરખેજ સાણંદ હાઈવે ઉપર ઉલારીયા ગામ પાસે બોલેરો પીકઅપ ગાડીનો ચાલક સાણંદ તરફ પુર ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બોલેરો પીકઅપ ગાડીનું આગળના ભાગનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી એકાએક ડિવાઈડર ઉપર ગાડી કૂદી રોંગ સાઈડમાં ગાડી ફંગોળાઈ જઈ હાઈવે પર જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ.

અને ડિવાઈડર ઉપર પડી જવા પામી હતી. જેમાં બોલેરો પીકઅપ ગાડીના ચાલક ગાડીમાં ફસાઈ જતા હાઈવે પર જતા અન્ય વાહન ચાલકો એકઠા થઇ ગાડીમાંથી ચાલકને બહાર કાઢી ઈજાગ્રસ્ત ચાલકને એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતમાં બોલેરો પીકઅપ ગાડીનો ચાલક પુર ઝડપે હોવાના કારણે સાણંદ જીઆઇડીસીમાંથી કોકાકોલા ભરી પટના જતી ટ્રકમાં અથડાતા ટ્રકને પણ નુકશાન થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...