તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવાની લાલચે 10.45 લાખ ગુમાવ્યા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેલાવ ગામના પુરુષ સાથે છેતરપિંડી

સાણંદના તેલાવ ગામે રહેતા બાબુભાઈ પીરભાઈ મોમીન (ઉં.૫૦)ને દોઢેક માસ પહેલા મોબાઈલના વોટ્સઅપ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફ્રેન્ડશીપ કબલમાં જોડાવવા માટે એક મેસેજ આવ્યો હતો. જેથી બાબુભાઈએ તે નંબર ઉપર ફોન કરીને ફ્રેન્ડશીપ કબલમાં જોડાવું છે તેમ કહી ૬ જુલાઈને મોબાઈલ બેન્કિંગથી ટ્રાન્સફર રૂ.૨૪૦૦ રજીસ્ટ્રેશન માટે ભર્યા હતા. અને બાદમાં અન્ય નંબર પરથી ફોન આવેલ વીઝીટીંગ કાર્ડ બનાવા માટે ૧૫,૫૦૦ ભરવા પડશે તે કહેતા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ અલગ અલગ મીટીગના ચાર્જના નામે ૧૦,૪૫,૧૯૯ રૂપિયા ભરાવ્યા હતા. અને તેઓએ પૈસા પરત માંગતા પૈસા પરત આપ્યા ન હતા. જુદા જુદા ખોટા નામ ધારણ કરી ઓળખ છુપાવી અને ફ્રેન્ડશીપ ક્લબમાં જોડવવા માટેની ખોટી જાહેરાત આપી ઇલેક્ટ્રિક માધ્યમથી ૧૦.૪૫ લાખનું ફ્રોડ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા બાબુભાઈ મોમીનએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે સાણંદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...