આડા સબંધનો મામલો:પિતાને મળવા ગયેલા પુત્ર તથા પત્નીને પતિ- પ્રેમિકાએ માર માર્યો

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલના આડા સબંધનો મામલો

સાણંદના મૂળ રેથલ ગામના વતની અને પોલીસમાં ફરજ બજાવતા ઇંદ્રજીતસિંહ વજુભા વાઘેલાના પત્ની પારુલબા વાઘેલાએ પોતાના પતિ ઈંદ્રજિતસિંહ વાઘેલા અને તેઓની સાથે આડા સબંધ રાખનાર ધોળકા પોલીસ સ્ટેશનના મહિલા કર્મી હીનાબેન અશ્વિનભાઈ રાવલ વિરુદ્ધ પોતાને મૂઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસબેડા સહીત સમગ્ર સાણંદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

સાણંદ પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ સાણંદની રાધેવિહાર સોસાયટીમાં રહેતા પારુલબા જેઓ નવલસિંહ ઉદેસિંહ ઝાલાના પુત્રી છે જેઓના લગ્ન 17 વર્ષ પહેલા મૂળ સાણંદ તાલુકાના રેથલ ગામના વતની ઇંદ્રજીતસિંહ વજુભા વાઘેલા સાથે થયા હતા. ઇંદ્રજીતસિંહ વાઘેલાને ધોળકા પોલીસ સ્ટેશનના મહિલા કર્મી હીનાબેન અશ્વિનભાઈ રાવલ સાથે આડા સબંધ હોઈ પારુલબા પોતાના 13 વર્ષના પુત્ર સાથે સાણંદની રાધેવિહાર સોસાયટીમાં અલગ રહે છે ગત તા 1 ઓક્ટોબરના રોજ તેઓના પુત્રે પપ્પાને મળવાની જીદ કરતા તેઓ પોતાના પુત્રને લઈને સાણંદના રાધે સ્કાય લાઈન ફ્લેટમાં ગયા હતા. જ્યાં ઇંદ્રજીતસિંહ અને હીનાબેન હાજર હોઈ પારુલબાને જોઈ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને બંનેએ થઇ પારુલબાને મૂઢ માર મારતા પારુલબાના પિતા નવલસિંહ અને અન્ય લોકો દ્વારા પારુલ બાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અંગે પારુલબાએ પોતાના પતિ ઇંદ્રજીતસિંહ વજુભા વાઘેલા અને હીનાબેન અશ્વિનભાઈ રાવલ વિરુદ્ધ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ મહિલા કોન્સ્ટેબલ હીનાબેન રાવલે પારુલબા ના પક્ષના કુલ છ ઈસમો નામે નવલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, પારુલબા ઝાલા, અમરતબેન ઝાલા , રૂપલબેન ઝાલા અને પ્રજ્ઞાબા વિરુદ્ધ હાઇકોર્ટમાં કવોસીંગ દાખલ કરેલ હોઈ તેની અદાવત રાખી અને 1 ઓક્ટોબરના રોજ એકલીગજી રોડ પર તેમનું એક્ટિવાઆંતરી ઉપરોક્ત છયે ઈસમોએ ગેર કાયદે મંડળી રચી પોતાને મૂઢ માર મારી કપડાં ફાડીને મોબાઈલમાં વિડીયો ઉતારીને બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે કુલ આઠ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...