તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની આઝાદી પૂર્વેથી સતત 154 વર્ષથી કાર્યરત એવી સાણંદ સબ જેલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં થઇ જતા અંતે જેલ વિભાગ દ્વારા આ સબ જેલને બંધ કરી જેલમાં રહેલા તમામ આરોપીઓને અમદાવાદ ખાતે આવેલ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ખસેડાયા હતા.
સન.1867માં બનાવેલ અંગ્રેજ સરકારના શા સનથી લઇ આજ દિન સુધી સાણંદ શહેરમાં આવેલ સબ જેલમાં સાણંદ, જીઆઇડીસી, ચાંગોદર તેમજ બોપલ પોલીસ સ્ટેશનના આરોપીઓને રાખવામાં આવતા હતા. આ સબ જેલ સતત 154 વર્ષ સુધી ચાલુ રહી અને અંતે જેલનું બિલ્ડીંગ જર્જરિતમાં થઇ જતા જેલમાં રહેલા આરોપીઓના જીવનું જોખમને લઈને જેલ વિભાગ, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અંતે જેલ બંધ કરી તોડી પાડવાનો નિર્ણય કરાતા ગત સોમવારે જેલમાં રહેલા તમામ આરોપીઓને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ખસેડીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આગામી દિવસોમાં 154 વર્ષ જૂની એવી સાણંદ સબ જેલ આગામી દિવસોમાં તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.