ધરપકડ:લૂંટ કરનારા 5 ઇસમોને 36.87 લાખના મુદ્દામાલ સાથે સનાથલ સર્કલથી ઝડપ્યા

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાંગોદરમાં ડ્રાઈવરના ગળા પર છરી મૂકી અપહરણ કરી લૂંટ પ્રકરણ
  • તમામ આરોપીઓ લૂંટ, ચોરી સહિતના વિવિધ ગુનામાં સંડોવાયેલા છે

સાણંદના ચાંગોદરની શીરડી ઇસ્પાત પ્રા.લી. કંપનીની ઓફીસ પાસે અજાણ્યા પાંચ ઇસમો ગાડીમા આવી ડ્રાઈવરને ગળાના ભાગે ચપ્પુ રાખી માર મારી ડ્રાઈવરના ખિસ્સામાથી મોબાઇલ ફોન અને ટેલરની ચાવી કાઢી લઇ ટેલર સ્ટાર્ટ કરી ગાડીમાં બેસાડી લઇ જઇ ટેલરમાં ભરેલો માલ ઉતારી લઇ તેમજ ડ્રાઈવરને બાકરોલ સર્કલથી ધોળકા રોડ ઉપર ગાડીમાથી ઉતારી દઇ કુલ રૂ.19,94,186ની ધાડ પાડી ભાગી જતા સમગ્ર ઘટનાને લઈને ચાંગોદર પોલીસની બે ટીમોએ બાતમી આધારે સાણંદ અને સનાથલ સર્કલ પાસેથી 5 ઈસમોને ઝડપી લઇ કુલ કિ.રૂા. 36,87,186ના મુદ્દામાલનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી ધરી છે.

સમગ્ર બનાવની વિગતો એવી છે કે ચાંગોદર પોલીસમાં જીતેન્દ્રકુમાર લખન જાનકી યાદવ (રહે.પ્લોટ નં.૨૨ચંદ્રદીપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-૨ ભાવનગર) ગઇ તા.25 જુલાઈને રાત્રે 11-30 વાગ્યા આસપાસ ભાવનગરથી ટેલરમાં ડાયમંડ ટી.એમ.ટી. એન્ડ પ્રોકન્ટ પ્રા.લી. કંપનીમાંથી ટી.એમ.ટી. સ્ટીલ બાર્સના 8,10,12,16 અને 20 mmના સળીયા કુલ 33.630 ટનના કુલ રૂપિયા 19,84,186નો માલ સાણંદના ચાંગોદરમાં આવેલ શીરડી ઇસ્પાત પ્રા.લી. કંપનીમાં જઇ રહ્યા હતા.

તે દરમ્યાન સાણંદના ચાંગોદર શીરડી ઇસ્પાત પ્રા.લી. કંપનીની ઓફીસ પાસે અજાણ્યા પાંચ ઇસમો વ્હાટ કલરની ફોર વ્હીલ ગાડીમા આવી જીતેન્દ્રકુમાર(ડ્રાઈવર)ને ગળાના ભાગે ચપ્પુ રાખી મુઢમાર મારી જીતેન્દ્રકુમારના નાઇટીના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કિં. 10 હજાર તથા ટેલરની ચાવી કાઢી લઇ થોડા આગળ જઇ એક વ્હાઇટ કલરની ગાડીમાં બેસાડી લઇ જઇ ટેલરમાંં ભરેલ માલ તેઓએ અન્ય કોઇ જગ્યાએ ઉતારી લઇ જીતેન્દ્રકુમારને બાકરોલ સર્કલથી ધોળકા રોડ ઉપર વ્હાઇટ કલરની ફોરવીલમાથી ઉતારી દઇ કુલ રૂ.19,94,186ની ધાડ પાડી ભાગી જતા સમગ્ર ઘટનાને લઈને જીતેન્દ્રકુમારે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ કે.ટી.કામરીયા નાયબ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ વી.ડી. મંડોરા અને ચાંગોદર પોલીસની બે ટીમો બનાવી ચોકકસ દિશામા ધ્યાન કેન્દ્રીત કરી બાતમીદારો કાર્યરત કરેલ તેના પરિણામ સ્વરૂપે ટેકનીકલ સર્વલન્સ તથા હે.કો ધર્મેન્દ્રસિહ ડોડને મળેલ ચોકકસ બાતમી આધારે ધાડના ગુનાના 5 આરોપીઓને ધાડમાં ગયેલા તમામ મુદ્દામાલ સાથે સાણંદના સનાથલ સર્કલ પાસેથી ઝડપી લઇ 5 આરોપીને ધાડના ગુનામા અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

આરોપીઓમાં રાજુ ભીમાભાઇ જગમાલભાઇ ભરવાડ (ઉ.24 રહે. ઓઢવ અમદાવાદ), રહિમ ઉર્ફે ધમો ઉસ્માનભાઇ કાળુભાઇ વોરા (ઉ.30 રહે. અલુન રેસીડેન્સી સરખેજ), રાજુ ઉસ્ફે ભાણીયો ધરમશી દેવજીભાઇ મીણા (ઉ.24 રહે. સાણંદ મુળરહે. દાસકાગુડા જી.પ્રતાપગઢ રાજ.), મોઇન સલીમભાઇ યુસુફભાઇ મનીયાર (ઉ.20 રહે. સિદદી ગલાબ કોલોની સરખેજ) તથા રાહુલ દલપતભાઇ પારગી (ઉ.28 રહે. સરખેજ મુળ રહે. રાજસીતાપુર જી.સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે.

આરોપી રહિમ ઉર્ફે ધમો ઉસ્માનભાઇ કાળુભાઇ વોરા અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં ચોરી તથા -અન્ય કુલ ૬ ગુનામાં, માધુપુરા પોલીસ સ્ટેશનમાં લુંટ તથા ધાડના ગુનામાં, વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબ્રીશન ગુનામાં સંડોવાયેલ છે. તેમજ આરોપી રાજુભાઇ ઉસ્ફે ભાણીયો ધરમશી દેવજીભાઇ મીણાએ અગાઉ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરી ગુનામા સંડોવાયેલો છે.તેમજ આરોપી રાહુલ દલપતભાઇ પારગીએ અગાઉ સુરેન્દ્રનગર જીલ્લામાં ચોરી તથા પ્રોહીબ્રિશનના કુલ 3 ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...