તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોને હાલાકી:સાણંદના મટોડા ગામોના માર્ગ બિસમાર

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની કામગીરી સામે અનેક સવાલો ખડા થયા
  • ૩ મહિના પહેલા રોડનું નવીનીકરણ માટે મંજૂરી મળી પણ હજી કામગીરી શરૂ જ થઇ નહિ

બાવળા સરખેજ હાઇવેથી સાણંદના મટોડા ગામ તરફ જવાનો માર્ગ છેલ્લા ૩ વર્ષ કરતા વધુ સમયથી બિસમાર હાલતમાં થઇ જતા સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ રોડનું સમારકામ ન થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ખડા થયા છે. માર્ગ બિસમાર હાલત થઇ જતા ગ્રામજનો અને ખેડૂતોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સાણંદ તાલુકાના મટોડા ગામથી હાઈવે સુધીનો માર્ગ ૩ વર્ષ કરતા વધુ સમયથી બિસમાર હાલતમાં છે. મટોડા ગામના લોકો તેમજ સરી, મોડાસર જતા લોકો અહિયાંથી પસાર થતા હોય છે. રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી જવાના કારણે અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. રાત્રીના સમયે ગ્રામજનોને રોડ પરથી નીકળતી વખતે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. ચોમાસા રોડ ઉપર પાણી ભરાવાની પણ રાવ ઉઠી છે.

આ રોડનું સમારકામ માટે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં મૌખિક રજૂઆત પણ કરી છે. ત્યારે આ રોડનું આશરે ૩ મહિના પહેલા નવીનીકરણ માટે મંજુર થયો છે પરંતુ આજ દિન સુધી તાલુકા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કામગીરી થઈ નથી. તંત્રને સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...