તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:સાણંદમાં જ્યાંથી વાહનો પસાર થાય છે તે બજાર રોડ પરના ખાડા તંત્રને દેખાતા નથી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોડ પર અનેક ખાડા પડવાથી હાલાકી. - Divya Bhaskar
રોડ પર અનેક ખાડા પડવાથી હાલાકી.
  • રોડ પર ખાડા રાજની શરૂઆત થતા રોડની કામગીરી અંગે અનેક સવાલો ખડા થયા : રોજ પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી

સાણંદ શહેરના બસ સ્ટેશન પાસે આવેલ બજારો આર.સી.સી રોડ ગત વર્ષે તંત્ર દ્વારા નવીનીકરણ કરાયો હતો અને અગાઉ અનેક વખત ખાડા પડતા થીગડા માર્યા હતા ત્યારે ફરી એક વખત આ રોડ ઉપર ખાડા પડ્યા છે રોજરોજ જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે તે બજાર રોડ પર આ ખાડા તંત્રને દેખાતા નથી. ગત વર્ષ લોકડાઉન આજુબાજુમાં સાણંદ એસટી સ્ટેન્ડથી ઘોડાગાડી સુધી આર.સી.સી રોડ નવીનીકરણ કરાયો છે. ત્યારે દેના બેંક નજીક આ આર.સી.સી રોડ ઉપર ખાડો પડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે.

આજ જગ્યાએ અગાઉ તંત્રએ 2 વખત ખાડાનું સમારકામ તો કર્યું પરંતુ છેલ્લા ઘણા સમયથી ફરીથી એ સ્થળની બાજુમાં ખાડા તો પડ્યા અને ઘોડા ગાડી થી બસ સ્ટેશન સુધીના માર્ગ ઉપર ક્યાંક ગટરના ઢાકણા બેસી ગયા. આ આર.સી.સી રોડ ઉપર અનેક જગ્યાએ કપચી પણ ઉખડવા લાગી છે. રોડ પર ખાડા રાજની શરૂઆત થતા રોડની કામગીરી અંગે અનેક સવાલો ખડા થયા છે. જેને લઈને રોજરોજ પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. લાખોના ખર્ચે બનેલ રોડની આશરે એક વર્ષમાં દુર્દશા થતા આગામી સમયમાં શું પરીણામ થશે તે જોવું જ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...