તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:તેલાવની કેનાલમાં ફેંકી દેવાયેલો ફોન ફાયરને 14 દિવસ પછી પણ ન મળ્યો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનના ઝઘડામાં યુવાને મિત્રને કેનાલમાં ધક્કો મારી દીધો હતો
  • સાણંદ પોલીસે જુહાપુરાના યુવકને ઝડપી વધુ તપાસ હાથ ધરી

સાણંદના તેલાવ પાસે કેનાલમાં અમદાવાદના 2 યુવકોની લાશ મળવા મામલે જુહાપુરાના 1 ઈમસને પોલીસે ઝડપી લઇ જેલ સળીયા પાછળ ધકેલી દીધો છે. પુરુવા એકત્રિત કરવા કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન શોધખોળ કરવા પોલીસે ફાયર વિભાગની મદદ લીધી હતી.

સમગ્ર વિગતો એવી છે કે ગત 10 જૂનને સાણંદના તેલાવ ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં તાજેતરમાં અજાણ્યા ૨ યુવકોની લાશ મળી હતી જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા મૃતક હારૂનભાઈ અબ્દુલગની શેખ અને જીયાઉલહક ઉર્ફે અઝહરભાઈ શેખ તેના મિત્રો સાથે કેનાલ ઉપર દારૂ પીવા બેઠા હતા. ત્યારે મિત્ર ફારૂકભાઈ ઉર્ફે મામા ફરીદભાઈ કુરેશીએ હારૂનભાઈ પાસે મોબાઇલ માંગતા હારૂનભાઈએ ન આપતા ફારૂકભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને હારૂનભાઈને ધક્કો મારી પાણીની કેનાલમાં નાખી દીધેલ અને ફોન પણ કેનાલમાં પડી જવા પામ્યો હતો. જેથી હારૂનભાઈને બચાવા પડેલ તેનો જીયાઉલહક ઉર્ફે અઝહરભાઈ શેખ અને હારૂનભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને અમદાવાદના જુહાપુરાનો ફારૂકભાઈ ઉર્ફે મામા ફરીદભાઈ કુરેશી વિરુદ્ધમાં હત્યાનો ગુનો પોલીસે નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સાણંદ પોલીસે કેનાલમાં પડી ગયેલ કેસમાં પુરવા માટે મોબાઈલ શોધવા અમદાવાદ મ્યુ.ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ગુરુવારે સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.બી ગોહિલ અને તેઓની ટીમ તેલાવની કેનાલ ઉપર ફાયર જવાનો સાથે પહોંચ્યા હતા. જ્યાં સાંજે 4.30 સુધી કેનાલમાં ફાયર બ્રિગેડના જવાનોએ પાણીમાં ઓકિસજન કીટ પહેરી મોબાઈલ શોધવાની ભારે જહેમત હાથ ધરી હતી. પરંતુ પાણી વધુ હોવાના કારણે મોબાઈલ મળી શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...