કોરોના વોરિયર્સ / સાણંદમાં ફરજ બજાવતી નર્સે કહ્યું, ‘કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવાની ફરી તક મળે તો જવાની ઇચ્છા છે’

The nurse on duty in Sanand said,
X
The nurse on duty in Sanand said,

  • સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી ત્રણ નર્સ બહેનોનું સન્માન કરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:17 PM IST

સાણંદ. કોરોનાના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલા લઈ રહી છે. આ મહામારી દરમિયાન ચેપ લાગવાની શક્યતાની વચ્ચે પણ મેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મીઓ સેવા બજાવી રહ્યાં છે. સાણંદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા જ કોરોના વોરિયર્સનું આગવું સન્માન કરવામાં આવ્યું હતું. સાણંદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી ત્રણ મહિલા નર્સ અને સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મુમતાઝ શેખ નામના નર્સે કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવાની ફરી તક મળે તો જવાની ઇચ્છા છે.

દર્દીઓની સેવા અમારી મૂળ ફરજઃ મુમતાઝ શેખ
મુમતાઝ શેખ, ફરહાન મનસૂરી અને રક્ષા જોષી આ ત્રણેય નર્સ બહેનો સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. જ્યાં તેમને વારાફરતી ફરજ સોંપવામાં આવે છે. સન્માનિત કરવામા આવ્યા બાદ મુમતાઝ શેખે જણાવ્યું હતું કે, દર્દીઓની સેવા અમારી મૂળ ફરજ છે. અમારા પરિવારની ચિંતા હતી, છતાં અમે નિષ્ઠાપૂર્વક કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરીએ છીએ અને હજી પણ તક મળે તો કોવિડમાં ફરજ બજાવવા તૈયાર છું.

36 સફાઈ કર્મીઓનું સન્માન કરાયુ
અમદાવાદ નજીકના સાણંદમાં સફાઈ કર્મચારીઓને પેન્ટ-શર્ટનુ કાપડ આપીને સન્માન કરાયુ હતુ. થોડા સમય પહેલા નગરની સફાઇ કરતા 36 જેટલા આ જ સફાઇ યોદ્ધાઓને માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા હતા અને તે પણ સોશિયલ ડીસ્ટન્સ જાળવીને. સાણંદના માનવ સેવા ટ્રસ્ટના મનુ બારૉટ કહે છે કે, કોરોનાની મહામારીને નાથવા માટે ચારેબાજુ સ્વચ્છતા જળવાય તે અત્યંત જરૂરી છે. સફાઈ કર્મચારીઓ નગરની સફાઈ માટે સતત પ્રવૃત્ત રહે છે ત્યારે તેમના સ્વાસ્થ્યની જાળવણી થવી જોઈએ તેવો અમારો ધ્યેય છે. એટલે સાણંદ નગરમાં કાર્યરત એવા સફાઈ કર્મચારીઓને મેડીકેટેડ માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા હતા અને તેમની સેવાની કદરરૂપે તમામને બ્રાન્ડેડ કંપનીના પેન્ટ શર્ટનુ કાપડ આજે અપાયુ હતુ એમ તેમણે ઉમેર્યું હતું. 

પેન્ટ-શર્ટ્ની જોડી આપવામાં આવી 
બારોટ કહે છે કે, આ સફાઈ કર્મચારીઓને તેમનો સેવા ભાવ ધ્યાને લઈને પેન્ટ-શર્ટ્ની જોડી આપવામાં આવી છે. સાથે સાથે દરેકને  ફૂલનું સર્કલ બનાવી તેમાં  ઉભા રાખી સ્વાગત પણ કરાયુ હતુ. સાથે સાથે કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત આવેલી નર્સ બહેનોના સેવાંભાવને પણ અમે સોશિયલ રીસ્પોન્સ્બિલિટીના ભાગરૂપે બિરદાવ્યો હતો એમ તેમણે ઉમેર્યું હતું. 

પરપ્રાંતીય શ્રમિકોને 1550 કીટ અપાઈ હતી
જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સ્વૈચ્છિક-સેવાભાવી સંગઠનોને કરાયેલી અપીલના સંદર્ભમાં સાણંદમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને ટાટા મોટર્સના સહયોગથી આ 15 દિવસ ચાલે તેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓની 1550 કીટ અપાઈ હતી. શ્રમિકો ગુજરાત બહારથી આવીને અહીં રોજી રોટી માટે દિવસ રાત મહેનત કરે છે. લોકડાઉનની સ્થિતીમાં આ લોકો ને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે હાલાકી ભોગવવી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા મળેલી સુચના અને માર્ગદર્શન હેઠળ તેમને સ્થળ પર જ કીટ પહોંચાડવામાં આવી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી