તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:સાણંદ આસપાસના મુંગા પશુઓને આખો માગશર માસ લાડુનું જમણ નીરવામાં આવે છે

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહિલાઓ આખો માસ લાડુ બનાવવા માટે શ્રમકાર્યનું યોગદાન આપે છે. - Divya Bhaskar
મહિલાઓ આખો માસ લાડુ બનાવવા માટે શ્રમકાર્યનું યોગદાન આપે છે.
 • છેલ્લા 27 વર્ષથી ઝળહળી રહેલી જીવદયાની જ્યોત

જીવદયા અને સત્કાર્યોની પવિત્ર ભૂમિ એટલે સાણંદ નગર, સાણંદમાં અનેક સેવાકાર્યો ધમધમતા રહે છે અને અત્રેના સેવાભાવી નગરજનો પણ ઉદાર હાથે દાનની સરવાણી વહાવતા રહે છે. આવુજ એક સુંદર કાર્ય જે સાણંદના નવાવાસ વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી દર વર્ષે જીવદયાના પાવન પર્વ એવા માગશર માસમાં સતત એક માસ સુધી થઇ રહ્યું છે. આખો માસ મૂંગા પશુઓ માટે લાડુનું જમણ અને એ પણ દરરોજ 300 કિલો લાડુ. આખાય માસ દરમ્યાન આ કાર્યમાં ચારેક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે જીવદયા પ્રેમીઓ ઉદાર હાથે પૂરો પાડે છે.

40થી 50 જેટલી સ્થાનિક મહિલાઓ આખો માસ લાડુ બનાવવા માટે શ્રમકાર્યનું યોગદાન આપે છે. ઇસ 1993 માં સાણંદના સમાજ શ્રેષ્ઠીઓ નટુભા પ્રભાતસિંહ વાઘેલા, કનુભાઈ મોતીભાઈ વાઘેલા અને ભગાભાઈ ઝાલાવાડી દ્વારા શરુ કરાયેલ આ સત્કાર્યની જવાબદારી બાદમાં પ્રહલાદભાઈ વાલજીભાઈ પટેલ (ભાણો ) એ ઉપાડી હતી અને આ સેવા આજની તારીખે પણ અવિરત છે. દરરોજ 300 કિલો લાડુનું જમણ સાણંદના ખૂણે ખૂણે મૂંગા પશુઓને આખો માસ નીરવામાં આવે છે.

27 વર્ષ પહેલા શરૂ કાર્ય આજેય ચાલું
લાડુ 300 રોજ કિલો
શ્રમકાર્ય 50 મહિલાઓ
તેલના ડબ્બા 50
ખાંડ બોરી 45
બેસન કટ્ટા 25
માસિક ખર્ચ 4 લાખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો