તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદેસરની કાર્યવાહી:સાણંદની મટોડા ગ્રામપંચાયતે કંપનીને નોટિસ પાઠવી કાયદેસરની ચીમકી આપી

સાણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની મીઠી નજર હેઠળ ફતેવાડી કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો સીલસીલો
 • કેમિકલયુક્ત દુષિત પાણીથી ડાંગરના પાકમાં રોગનું પ્રમાણ વધતા પાક સંપૂર્ણ નાશ થવાની આરે પહોંચ્યો છે

સાણંદ તાલુકામાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાંથી મોટાભાગના એકમો ગેરકાયદે પ્રદૂષણ ફેલાવું કે ફતેવાડી કેનાલમાં કેમિકલ યુક્ત દુષિત પાણી કેનાલમાં છોડવાનો સીલસીલો તંત્રની મીઠી નજર હઠળ ઘણા લાંબા સમયથી ચાલતો આવે છે. ત્યારે ફતેવાડી કેનાલમાંથી પાક માટે લેતા પાણીના કારણે અનેક ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતા સરખેજ બાવળા હાઇવે પર ચાચરાવાડી માતાજીના પાટીયા નજીક આવેલી પ્રદીપ ઓવરસીઝ લિમિટેડ કંપની વિરૂદ્ધ સાણંદના મટોડા ગ્રામ પંચાયતે નોટિસ પાઠવી તાત્કાલિક દુષિત પાણી બંધ કરવા તાકીદ કરી છે.

ઔદ્યોગિક એકમથી જાણીતા સાણંદ તાલુકામાં મટોડા, સરી, લોદરીયાળ વગેરે ગામના ખેડૂતો મહા મહેનતે ડાંગરના વાવેતર માટે ફતેવાડી કેનાલના પાણીથી ખેતી કરે છે અને હાલ કેનાલના પાણીથી ગામની સંપુર્ણ ખેતીલાયક જમીન ઉપર ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ તંત્રની રહેમ નજર હેઠળ ઘણા સમયથી સરખેજ બાવળા હાઇવે પર ચાચરાવાડી માતાજીના પાટીયા નજીક આવેલી પ્રદીપ ઓવરસીઝ લિમિટેડ કંપની દ્વારા રાત્રીના સમયે ફતેવાડી કેનાલમાં કેમિકલ યુક્ત દુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. કેમિકલયુક્ત દુષિત પાણીથી ડાંગરના પાકમાં રોગનું પ્રમાણ વધતા સંપૂર્ણ પાક નાશ થવાની આરે પહોચ્યો છે.

ખેડૂતોને ભારે નુક્શાન થવાની શક્યતાઓ સેવી રહ્યા છે. જેને લઈને 25 માર્ચના રોજ સાણંદ તાલુકાના મટોડા ગ્રામ પંચાયતે ઔદ્યોગિક એકમ પ્રદીપ ઓવરસીઝ લિમિટેડ કંપનીના વિરૂદ્ધમાં નોટીસ પાઠવી અને જણાવ્યું હતું કે નુકસાન પામેલ પાકના જવાદાર આપ જ છો અને તાત્કાલિક આપના ઔદ્યોગિક એકમનું દુષિત પાણી બંધ કરે તેમજ દુષિત પાણી બંધ કરવામાં નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પાઠવી છે. મોટાભાગના એકમો દ્વારા ગેરકાયદેસર રીતે દુષિત પાણી, દુષિત ધુમાડા વગેરે છોડીને પર્યાવરણને નુકસાન પહોચાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો