અભિપ્રાય લેવાનું શરૂુ:સાણંદમાં અગ્રેસર ગુજરાત કેમ્પેઇનનો આરંભ

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે ચૂંટણી ઢંઢેરા પહેલા લોકોના અભિપ્રાય લેવાનું શરૂુ કર્યું: શક્તિકેન્દ્ર 1 અને 7 માં મોટી સંખ્યામાં કાર્યકર્તા દ્વારા જનતાના અભિપ્રાય લેવાયા

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નાં અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યુ હતુ જેના અનુસંધાને સાણંદમાં ઉપરોક્ત કાર્યક્રમનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમ અનુસંધાને શક્તિકેન્દ્ર -1 અને 7 માં મોટી સંખ્યા માં કાર્યકર્તા દ્વારા જનતાનાં અભિપ્રાય લેવા માટે નાં કાર્યક્રમ નાં અનુસંધાનમાં શક્તિકેન્દ્ર -1 માં અમદાવાદ જિલ્લાનાં સિનિયર મહામંત્રી શૈલેષભાઈ દાવડા ,સાણંદ શહેર પ્રમુખ કમલેશભાઈ વ્યાસ,તથા મહામંત્રી નરેન્દ્રસિંહ વાઘેલા, ભૂપતસિંહ પરમાર, તે વિસ્તાર નાં સદસ્યો ધૃમીનભાઈ,રાજુભાઈ પારેખ ,તેમજ ઘનશ્યામભાઈ પટેલ,તેમજ યુવા મોરચાનાં કાર્યકર્તા મયુરભાઈ ભાટિયા,મંથનભાઈ રાવલ તેમજ જીગરભાઈ ઠક્કર તથા પાલિકા નાં ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ ,કેયુરભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજસ્થાની પ્રવાસી સગરજી તેમજ પેડીવાલ હાજર રહ્યા હતા શક્તિ કેન્દ્ર -7 માં કાર્યક્રમ યોજાયો જેમાં કમલેશભાઈ વ્યાસ , પથુંભા વાઘેલા, વીરેન્દ્રસિંહ ઝાલા ,વનરાજસિંહ વાઘેલા,રાજુભાઇ પટેલ(શબરી) અમદાવાદ જિલ્લા મહિલા મોરચા નાં નીતાબેન પટેલ ,વોર્ડ -7નાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...