તંત્રની ઉદાસીનતા:આરોગ્ય કર્મીની શૈક્ષણિક લાયકાતની માહિતી આપવા તંત્રની ઉદાસીનતા

સાણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના રહીશે 2 વર્ષથી RTE કરી

સાણંદના એક રહીશે અમદાવાદ જીલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીની શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી આરટીઆઈ એકટ હેઠળ બે વર્ષથી માંગી છે. તેમ છતાં પુરતી માહિતી આપવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાથી અરજદારને નાં છુટકે અપીલમાં જવાનો વારો આવ્યો છે.

સાણંદ –નળસરોવર રોડ ઉપર આવેલી નવદુર્ગા સોસાયટીમાં રહેતા સતીષકુમાર એન જાદવે વર્ષ ૨૦૨૦માં અમદાવાદ પંચાયત કચેરીની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી નીલકંઠભાઈ ભટ્ટની શૈક્ષણિક લાયકાત અંગે માહિતી માગી હતી.

જેના પ્રથમ જવાબમાં માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવાયુ હતું ત્યારબાદ જીલ્લા આરોગ્ય અધિકારીને અપીલ કરતા તેઓએ અરજદારને રૂબરૂ બોલાવી અને લગતા વળગતા કર્મીઓને બોલાવી રોજકામ કરીને તાત્કાલિક યોગ્ય જવાબ આપવા જણાવેલ પરંતુ આજદિન સુધી તેઓને માહિતી ન મળતા તેઓએ ન્યાયિક પ્રક્સ્રીયા દ્વારા અપીલમાં જવાનું નક્કી કર્યું છે .અને આ અંગે જીલ્લા વિકાસ અધિકારીને પણ રજુઆત કરાઈ છે

અન્ય સમાચારો પણ છે...